વડોદરામાં કપિરાજનો આતંક:છાણી TP-13માં ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં વાનરે મહિલાને બચકાં ભર્યા, સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી-13 વિસ્તારમાં જાણીતા ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વાનર (કપિરાજ) દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટના દરમિયાન કપિરાજે ફ્લેટમાં રહેતી એક મહિલા ઉપર અચાનક હુમલો કરી તેને ઉપરા-છાપરી બચકાં ભર્યા હતા, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. વાનરોના વધતા ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન
આ સમગ્ર ઘટનાના રૌદ્ર સ્વરૂપના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે સામે આવ્યા છે, જેમાં વાનરની આક્રમકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. છાણી જકાતનાકા પાસે આવેલા ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં રહેતા રહીશો છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વાનરોના વધતા ઉપદ્રવથી પરેશાન હતા. ફ્લેટના પરિસરમાં એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો કપિરાજ અચાનક આવી પહોંચ્યો હતો. આ દરમિયાન જ્યારે એક મહિલા પોતાના ઘરની નીચે હાજર હતી, ત્યારે આ કપિરાજે અચાનક તેના ઉપર હુમલો કરી દીધો હતો. વાનરે મહિલાને ઉપરા-છાપરી બચકાં ભર્યા
વાનર એટલો રૌદ્ર સ્વરૂપમાં હતો કે તેણે મહિલાને બચવાનો કોઈ મોકો આપ્યા વગર ઉપરા-છાપરી બચકાં ભરવા શરૂ કરી દીધા હતા. મહિલાએ ચીસાચીસ કરી મૂકી હતી. આ હુમલામાં મહિલાને શરીરના વિવિધ ભાગો પર ઊંડી ઇજાઓ પહોંચી હતી અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે અને ફ્લેટના રહીશોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડર
સ્થાનિક લોકોનું કહેવું છે કે, શહેરી વિસ્તારોમાં વાનરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવા જોઈએ. આ બનાવના પગલે ઇન્ફીનિયમ ફ્લેટ્સના રહીશોમાં એટલો બધો ડર ફેલાઈ ગયો છે કે નાના બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં કપિરાજના ઉગ્રતા ચિંતાનો વિષય
નાગરિકોએ વહીવટી તંત્ર અને વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ આક્રમક વાનરને પકડવામાં આવે અને આ વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં કપિરાજના આતંકના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં કપિરાજના ઉગ્રતા ચિંતાનો વિષય બન્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *