રાજ્યના શહેરોમાં સ્વચ્છતા હવે માત્ર સફાઈ કામગીરી પૂરતી નહીં રહે, પરંતુ શહેર વિઝિબલ ક્લિનલીનેસ સાથે ચોખ્ખું દેખાય તે માટે સૂચના અપાઈ છે. શહેરી વિકાસ વિભાગે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જેમાં પાંચ મુદ્દા નક્કી કરી તેમાં કોઈપણ પ્રકારની ઉણપ ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જો ઉણપ રહેશે તો તેની સીધી અસર સરકારી ગ્રાન્ટ પર થશે. રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ. થેન્નારસને તમામ પાલિકા અને નગરપાલિકાને સૂચના જાહેર કરી ઘર-ઘર કચરા કલેક્શન, કચરાના સ્પોટ દૂર કરવા, કચરાનું 100 ટકા પ્રોસેસિંગ, ડમ્પ સાઇટ ફ્રી સિટી અને વધુ અવરજવરવાળા વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો છે. સરકારના પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ પાંચેય મુદ્દામાં કોઈ ગેપ અથવા ઉણપ જણાય તો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાને સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી કાપ કરવામાં નહીં આવે. સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ કામગીરીથી વાકેફ કરી શહેરમાં સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતામાં ક્રમ સુધારવા માટે પાલિકાનું મેગા સફાઇ અભિયાન
સ્વચ્છતામાં પાલિકાનો ક્રમ આગળ આવે તે માટે સફાઇ અભિયાન શરૂ કરાયું છે. જાંબુઆ ડમ્પિંગ સાઇટ પરના અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લેગેસી વેસ્ટના નિકાલ માટે ગત વર્ષે કામ સોંપાયું હતું. ડોર-ટુ-ડોર કચરા ઉઘરાણી માટે વાહનો વધારવા નવા ટેન્ડર કરાયા છે. નવા સ્વીપર મશીનો લેવાયા છે અને જાહેરમાં કચરો ફેંકનાર સામે આકરા પગલાં શરૂ કરાયા છે. વડોદરામાં ફ્લાઇંગ સ્ક્વોડના ચેકિંગ બાદ ખામી જણાતાં નિર્ણય
સ્વચ્છ ભારત મિશનની ફ્લાઇંગ સ્કવોડે વડોદરામાં સ્વચ્છતા કામગીરીનું ચેકિંગ કર્યું હતું. જેના અહેવાલમાં કામગીરીમાં ખામી તથા ગેપ જણાતાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે, સ્વચ્છતામાં ખામી કે ઉણપ જણાય તો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાને સરકાર તરફથી મળતી ગ્રાન્ટ છૂટી કરવામાં નહીં આવે શહેરમાં સ્વચ્છતા માટેનું નવું ‘લક્ષ્ય’ સધાયું
1 100% ડોર-ટુ-ડોર કલેક્શન દરેક ઘરેથી કચરાનું સંપૂર્ણ ઉઘરાણું થાય અને શહેરમાં કચરો નજરે ન પડે તે માટે દૃશ્યમાન સ્વચ્છતા જાળવવાની સૂચના 2 કચરો એકત્ર થવાના સ્થળોથી મુક્ત શહેરશહેરના વિસ્તારોમાં એકપણ જગ્યાએ વારંવાર કચરો એકઠો ન થાય તે માટે કામગીરી કરવી 3 100% કચરા પ્રક્રિયારોજ એકત્રિત થતા કચરાની 100% પ્રક્રિયા થાય તે જોવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની રહેશે. 4 ડમ્પ સાઇટ ફ્રી સિટી શહેરને કચરાના ડમ્પિંગ સ્થળોથી મુક્ત બનાવવાનું અને જૂની ડમ્પ સાઇટનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આયોજન કરવાનો આદેશ. 5 મુખ્ય અવરજવરવાળા વિસ્તારો ચમકાવવા શહેરના પ્રવેશ માર્ગો, પ્રવાસન સ્થળો, વધુ લોકોની અવરજવરવાળા વિસ્તારો, ધાર્મિક સ્થળો અને સ્વચ્છતા માટે નિર્ધારિત એકમો ખાતે સઘન સ્વચ્છતા જાળવવાની સૂચના
વડોદરામાં ફ્લાઇંગ સ્ક્વોડના ચેકિંગ બાદ ખામી જણાતાં નિર્ણય:શહેર ગંદું દેખાયું તો સરકારી ગ્રાન્ટ કપાશે! ડોર-ટુ-ડોર કલેક્શન 100% કરવા આદેશ
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
