PM ના કાર્યક્રમ માટે MS યુનિ.નું ગ્રાઉન્ડ ફાળવતા વિવાદ PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે.વડોદરામાં તેમના કાર્યક્રમ માટે MS યુનિ.નું ગ્રાઉન્ડ ફાળવતા વિવાદ..સેનેટ સભ્યએ કહ્યું-આ રમતનું મેદાન છે, રાજકીય કાર્યક્રમોનું નહીં. સાથે જ Gen-Zને એકત્ર કરી દિલ્હી જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્કિંગ સમસ્યા ઉકેલવા ફ્લેપ પાર્કિંગ સુવિધા શહેરમાં પાર્કિંગ સમસ્યા ઉકેલ માટે CG રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી ફ્લેપ પાર્કિંગ સુવિધા..નક્કી કરેવા પાર્કિંગ સ્લોટમાં ફ્લેપ બેરિયર વાહનને લોક કરશે.. અને બાદમાં ક્યુઆર કોડ કે યુપીઆઈથી ફી ચુકવ્યા બાદ બેરિયર જાતે અનલોક થશે અને વાહન બહાર લઈ જઈ શકાશે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લઠ્ઠાકાંડમાં ASP સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ ભાવનગર લઠ્ઠાકાંડમાં ASP સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ.. મુખ્ય સુત્રધાર સાથે કોન્સ્ટેબલ રાજદીપસિંહે ફોન પર વાતચીત કર્યાનું તપાસમાં સામે આવ્યું હતું. SMCની કાર્યવાહીથી અન્ય પોલીસ કર્મચારીઓમાં ફફડાટ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી સુરતમાં આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.. મસ્તી કરી રહેલા ભાઈ-બહેનને માતાએ ટોક્યા હતા. જેનું ખોટું લાગી આવતા 13 વર્ષના સગીરે ગળેફાંસો ખાઈ લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ₹25 કરોડની સરકારી જમીન પર 250 મકાનોનું ગેરકાયદે બાંધકામ રાજકોટમાં ₹25 કરોડની સરકારી જમીન પર 250 મકાનોનું ગેરકાયદે બાંધકામ..કલેક્ટર કોર્ટે અપીલ ફગાવતા હવે ડિમોલિશન થશે.તો વર્ષોની બચતથી ઘર ખરીદનારા ગરીબ પરિવારોએ સાત થી દસ લાખ રુ. સુધીના વળતરની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 કલાક બાદ જીવતા બોમ્બ જેવું ટેન્કર પડી રહ્યું છે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર…પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી ‘જીવતા બોમ્બ’ સમાન પડી રહ્યું છે ટેન્કર. હાલ એક્સપ્રેસ વે વન-વે કરી દેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
તંગદિલી બાદ પ્રશાસનનું આકરું વલણ મહુધામાં તંગદિલી બાદ પ્રશાસનનું આકરું વલણ. કારચાલક પર હુમલો કરનારા બાપ-બેટો ને ભાણિયા સામે કાર્યવાહી; 48 ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ ટ્રેનમાં ચઢવા જતા આધેડ ટ્રેનની સાથે ઢસડાયા અમદાવાદ રેલવે સ્ટેશન પર એક આધેડ ટ્રેનની સાથે ઢસડાયા..ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પગ લપસ્યો.. પાટામાં આવતા આવતા સહેજ માટે રહી ગયા. દરવાજે લટકતા જોઈએ લોકોએ તાત્કાલિક જીવ બચાવી લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈક-સ્કૂટરની ટક્કરમાં બાઈકચાલકનું મોત વડોદરામાં સુંદરપુરા -શાહપુરા રોડ પર બાઈક અને સ્કૂટર વચ્ચે ટક્કર થતા બાઈકચાલકનું મોત. જ્યારે દીકરીનો બચાવ…યુવક નોકરી જતા પહેલા દીકરીને લઈને આંટો મારવા નીકળ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્પેશ કોગજેને MP હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અલ્પેશ.વાય.કોગજેને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જજ બનાવવા કોલેજિયમની ભલામણ.. તેઓ વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે આપેલા ચુકાદાની ડબલ જજની બેન્ચમાં સામેલ રહ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વડોદરામાં PM ના કાર્યક્રમને લઈને વિવાદ:પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવશે ફ્લેપ પાર્કિંગ, લઠ્ઠાકાંડમાં ASP કોન્સ્ટેબલની ધરપકડ, આઠમાં ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
