વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ગોરવા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ અને ટીમ પર ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કેટલ ઇન્સ્પેક્ટરે પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ઓનલાઇન ફરિયાદ મળતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
VMCની સત્તાવાર વેબસાઇટ પર ગોરવાની નંદનવન સોસાયટીમાં પેવર બ્લોક પર રખડતી ગાયો બેસી રહેતી હોવાની ફરિયાદ મળી હતી. આથી, કેટલ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ પોતાની ટીમ ડો. સાગરભાઈ, નરેન્દ્રસિંહ ઝાલા, ડો. શ્રેયા મોદી અને જયેશભાઈ હઠીલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે એક ગાયને પકડી થાંભલા સાથે બાંધી ત્યારે મેહુલ નામના શખ્સે તેને છોડાવવા પ્રયાસ કર્યો અને બીજી ગાય લઈ ગયો. ગાય છોડાવવાનો પ્રયાસ અને હુમલો
ત્યારબાદ ભાવેશ રબારીએ આવીને પોતાની પાસેની લાકડી વડે કેટલ ઇન્સ્પેક્ટર પર ત્રણ ફટકા મારી હુમલો કર્યો હતો. આરોપીઓએ જાહેરમાં ગાળો આપી, સરકારી કર્મચારીઓને ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. તે જ સમયે કનુ રબારી નામના શખ્સે આવીને થાંભલે બાંધેલી ગાયને પણ બળજબરીપૂર્વક છોડાવી લીધી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી
પોલીસે મેહુલ, ભાવેશ રબારી અને કનુ રબારીએ ભેગા મળીને સરકારી કામગીરીમાં રુકાવટ ઉભી કરી, ઢોર છોડાવી જઈ તથા સરકારી કર્મચારી પર હુમલો કર્યો હોવાથી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા કોર્પોરેશનની ટીમ પર હુમલો:ગોરવા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા જતાં અધિકારીઓ ઉપર લાકડીથી હુમલો
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
