વઢવાણ શહેરના બોડા તળાવ પાસે આવેલા કારડીયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સાતમ-આઠમના પર્વની ઉજવણી સમાજસેવા સાથે કરવામાં આવી હતી. છાત્રાલયની પૂર્વ વિદ્યાર્થીની ડોડિયા કોમલબા દીપસંગભાઈ દ્વારા છાત્રાલયના નિર્માણ કાર્યમાં કામ કરતા મજૂર પરિવારોની મહિલાઓને બે-બે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મજૂર પરિવારો માટે તહેવારની ખુશી બમણી
કારડીયા રાજપૂત સમાજ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય કન્યા છાત્રાલય સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંકુલનું નિર્માણ પૂર્ણ થયા બાદ અંદાજે 1000 જેટલી કન્યાઓને શિક્ષણ મેળવવાની સુવિધા ઉપલબ્ધ થશે. હાલ સાતમ-આઠમના તહેવાર દરમિયાન પણ સંકુલના નિર્માણ કાર્યમાં 50થી વધુ મજૂરો કામ કરી રહ્યા છે. મીઠાઈ-ફરસાણના પેકેટનું પણ વિતરણ
મજૂર પરિવારોનો તહેવાર આનંદમય બને તે હેતુથી સમાજના આગેવાનો દ્વારા મીઠાઈ અને ફરસાણના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દીપસંગભાઈ ડોડિયા, મોરી દાનુભા અસવાર, દીપસંગભાઈ જી.એસ. ડોડિયા, અસવાર દિલીપસિંહ ડોલુભા, ગંભીરાસિંહ સહિતના આગેવાનોના હસ્તે મીઠાઈ-ફરસાણના પેકેટ આપવામાં આવ્યા હતા. 50 પરિવારોમાં ખુશીનો માહોલ
સાડી તેમજ મીઠાઈ-ફરસાણની સહાય મળતાં આશરે 50 ગરીબ પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તહેવારના દિવસોમાં મળેલી આ મદદથી મજૂર પરિવારો માટે સાતમ-આઠમનું પર્વ વધુ આનંદદાયક અને યાદગાર બન્યું હતું. સમાજના આગેવાનો અને પૂર્વ વિદ્યાર્થીનીના આ સેવા કાર્યને કારણે તહેવારની ઉજવણીમાં માનવતાનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો હતો.
વઢવાણમાં 50 ગરીબ પરિવારોનું સાતમ-આઠમ પર્વ ખુશહાલ બન્યું:કારડીયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલયમાં કામ કરતા મજૂર પરિવારોને સાડી અને મીઠાઈ-ફરસાણનું વિતરણ
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
