વઢવાણ વિકાસ જ્યોત યાત્રાના આયોજન માટે ભાજપની બેઠક યોજાઈ:નમો કમલમ કાર્યાલયમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે વઢવાણ વિધાનસભા બેઠકની ‘વિકાસ જ્યોત યાત્રા’ અંગે આયોજન બેઠક યોજાઈ હતી. આગામી યાત્રાને સફળ બનાવવા આયોજન, જવાબદારીઓ અને રૂપરેખા પર ચર્ચા થઈ. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા, વઢવાણ ગ્રામ્ય ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, રાકેશભાઈ ખાંદલા, શહેર મહામંત્રી જયભાઈ શાહ સહિત મહાનગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ સહિત આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા. વઢવાણ વિસ્તારમાં વિકાસ કામગીરી અને સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા તેમજ ‘વિકાસ જ્યોત યાત્રા’ને અસરકારક બનાવવા વિચારણા થઈ. આગેવાનોએ યાત્રામાં કાર્યકરોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું. આગામી કાર્યક્રમો માટે આગેવાનો અને કાર્યકરોને જવાબદારીઓ સોંપવા પર પણ ચર્ચા થઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *