વઢવાણ વોર્ડ 12માં રોહીદાસ મહારાજની કળશ યાત્રા:સમરસતા સંકલ્પ યાત્રાનું સ્વાગત, અગ્રણીઓ જોડાયા

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

સંત શિરોમણી ગુરુ રોહીદાસ મહારાજની સમરસતા સંકલ્પ કળશ યાત્રા વઢવાણના વોર્ડ નંબર 12માં પહોંચી હતી. આ યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડમાં ફરી રહી છે. આ યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં વડવાળા મંદિર ખાતે આગમન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના હસ્તે જિલ્લા ભાજપના મંડળોમાં યાત્રાના કળશ વિતરણનો સમારોહ યોજાયો હતો. વોર્ડ નંબર ૧૨માં, કોર્પોરેટર નેહલબેન રાજેશભાઈ હળવદીયા (માળી)ના કાર્યાલય ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો હતો. વોર્ડ નંબર ૧૨ના પ્રભારી અને વઢવાણ મંડળના ઉપપ્રમુખ નવલબા ગઢવી તથા ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલની આગેવાની હેઠળ આ યાત્રા વઢવાણ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ધોળીપોળ ખાતે આવેલા રામ મહેલ મંદિર અને મોતીચોક મુરલીમનોહર મંદિર ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વનરાજસિંહ સોલંકી, કોર્પોરેટર હરપાલસિંહ લીંબડ, સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ નઝમાબેન ચૌહાણ, રાજેશભાઈ માળી, નિતીનભાઈ ભટ્ટ, દિપકભાઈ ખત્રી, જોલીબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *