વઢવાણ GIDCમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો:50થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરી

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

વઢવાણ GIDC ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર જિલ્લા શાખા, રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સંયુક્ત ઉપક્રમે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 50થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતાની મહાન સેવામાં યોગદાન આપ્યું હતું. “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કેમ્પમાં વઢવાણ GIDCના ઉદ્યોગકારો, ફેક્ટરી માલિકો, કર્મચારીઓ, યુવાનો અને વિવિધ ક્ષેત્રના સેવાભાવી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાતાઓના ઉત્સાહને કારણે કેમ્પ સફળ રહ્યો હતો.આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર જિલ્લા શાખાના ચેરમેન કલ્પેશભાઈ સઘવી, સેક્રેટરી રતિભાઈ ભડાણિયા, કિરીટભાઈ ત્રિવેદી, રાવલભાઈ, અમિતભાઈ દવે, સંજયભાઈ સઘવી અને પૂર્ણાંકભાઈ શાહ સહિત રેડક્રોસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના પ્રમુખ નિમેષભાઈ શાહ, સેક્રેટરી સુરપાલસિંહ રાણા તથા સભ્યો, તેમજ રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રમુખ સાવનભાઈ પટેલ સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા. કેમ્પના પ્રોજેક્ટ ચેર તરીકે આકાશ સિન્હા, આશિત મેહતા, મિતુલ પરમાર અને કલ્પેશ સંઘવીએ જવાબદારી સંભાળી હતી. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલમ હોસ્પિટલના ડીન રીનાબેન ગઢવી અને હોસ્પિટલની બ્લડ બેંક ટીમનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. બ્લડ બેંકની ટીમ દ્વારા રક્તસંગ્રહની કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. સેવાભાવી શ્રી ગોવિંદભાઈનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા રક્તદાતાઓ, GIDCના ઉદ્યોગકારો, ફેક્ટરી માલિકો, કર્મચારીઓ, સ્વયંસેવકો, મહેમાનો અને બ્લડ બેંક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *