વલસાડના આર્યન રાઠોડે કુડોમાં સિલ્વર મેડલ જીત્યો:14મી ગુજરાત ઓપન સ્ટેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી વલસાડનું ગૌરવ વધાર્યું

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના યુવાન આર્યન નિતેશ રાઠોડે કુડો સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 6 સપ્ટેમ્બર, 2026ના રોજ 14મી ગુજરાત ઓપન સ્ટેટ કુડો ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં આર્યને સિલ્વર મેડલ જીતીને વલસાડનું ગૌરવ વધાર્યું છે.આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં આર્યને કુડો રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેને સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયો હતો.આર્યનની આ સિદ્ધિ બદલ તેના પરિવારજનો, મિત્રો અને રમતપ્રેમીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા. સૌએ ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. વલસાડના આ યુવાન ખેલાડીની સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *