વલસાડના ગુંદલાવમાં વિજયા દશમીની ઉજવણી:આતિશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરાયું, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ગરબા રમી ઉજવણી કરી

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના ગુંદલાવમાં વિજયા દશમી (દશેરા) પર્વ પર એબીપી ગ્રુપ દ્વારા ચાર રસ્તા પાસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં થયો. આ સમયે, ધારાસભ્ય ભરત પટેલે વલસાડ જિલ્લાના લોકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી. કાર્યક્રમમાં વલસાડના ઘણા લોકો હાજર રહ્યા. તેમણે ગરબા રમી દશેરાની ઉજવણી કરી. લોકોની હાજરી વચ્ચે આતિશબાજી સાથે રાવણ દહન કરાયું. મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, રાવણ અસુરી શક્તિનું પ્રતીક હતો. ભગવાન શ્રી રામે તેનો નાશ કર્યો. દશેરાનું પર્વ અસુરી શક્તિ પર વિજયનો સંદેશ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે પણ આ પર્વમાં અસુરી શક્તિઓ પર વિજય મેળવવો જોઈએ. તેમણે ભગવાન શ્રી રામ પાસે વલસાડના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અસુરી શક્તિઓ પર વિજય માટે પ્રાર્થના કરી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *