વલસાડના નવા DDO વંદના મીના:વલસાડ DDO અતિરાગ ચપલોતની બદલી કરી કચ્છ-ભુજના DDO બનાવાયા

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં ફેરફાર કરતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોતની બદલી કરી છે. તેમને હવે કચ્છ-ભુજના નવા DDO બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મહીસાગરના આદિજાતિ વિકાસ સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના નવા DDO બનાવવામાં આવ્યા છે. સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, IAS અધિકારી અતિરાગ ચપલોત (RR:GJ:2019) અત્યાર સુધી વલસાડ DDO તરીકે ફરજ બજાવતા હતા. તેમને હવે ઉત્સવ ગૌતમની જગ્યાએ કચ્છ-ભુજમાં DDO તરીકે નિયુક્ત કરાયા છે. વલસાડ જિલ્લાના નવા DDO તરીકે IAS વંદના મીના (RR:GJ:2022) ને જવાબદારી સોંપાઈ છે. તેઓ અગાઉ મહીસાગર આદિજાતિ વિસ્તાર સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *