વલસાડના મહિલા ડેન્ટિસ્ટને ભૈરવી જોષી દેશમાં સાયક્લિંગ અભિયાન બદલ એવોર્ડ

📅 Published: September 2, 2026 | 📂 Category: Valsad

વલસાડ : વલસાડના મહિલા ડેન્ટિસ્ટને ભૈરવી જોષીને દેશમાં સાયકલિંગ અભિયાન બદલ એવોર્ડથી સન્માનિતકરાયા હતા. દેશને સાયકલિંગ નેશન બનાવવાના વિઝન સાથે વલસાડના મહિલા ડેન્ટિસ્ટ તબીબ ડૉ. ભૈરવી જોષીએ 2021માં બી.વાય.સી.એસ ગ્લોબલ, એમ્સ્ટર્ડમના સહયોગથી બી.વાય.સી.એસ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ તેઓ હાલ સંસ્થાના ડિરેક્ટર અને સી.ઇ.ઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના સક્રિય પ્રયાસોને પગલે બાઇસિકલ મેયર નેટવર્ક 56થી વધુ શહેરો સુધી વિસ્તર્યું છે. ડૉ. ભૈરવી જોષીએ તેમની સેવાએક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, બાળકોની સુરક્ષા, વુમન સાયકલિંગ, રોડ સેફ્ટી અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો સુધી પહોંચી છે. ડૉ. ભૈરવી જોષી ફિટ ઇન્ડિયા મિશનના એડવાઇઝર તેમજ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ડેવલપમેન્ટ કમિટીના સભ્ય પણ છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાન સાથે પણ સંકળાયેલા છે. સાયકલિંગ ક્ષેત્રે ડો ભૈરવી જોશીએ કરેલા પ્રયાસ અને યોગદાનને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક ડૉ. લેઝેક સિબિલ્સ્કી દ્વારાસર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026 એવોર્ડ 30 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા બી.આર.આઇ.સી.એસ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના યુવા અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા આપી સન્માનિત કરાયા હતા .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *