વલસાડના શ્રીનાથજી અને ગાદીજી મંદિરમાં અન્નકૂટ સખડી ઉત્સવ યોજાયો:નવા વર્ષના પ્રથમ દિવસે બંને મંદિરોમાં સખડીનાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી

📅 Published: November 9, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરમાં નવા વર્ષના પવિત્ર પ્રારંભે શ્રીનાથજી મંદિર અને ગાદીજી મંદિર ખાતે પરંપરાગત અન્નકૂટ સખડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સખડીનાં દર્શન માટે વહેલી સવારથી જ બંને મંદિરોમાં વૈષ્ણવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પરિવાર સાથે દર્શન માટે ઉમટ્યા વૈષ્ણવો
નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનનાં દર્શન કરીને વર્ષભર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની પ્રાર્થના કરવાની પરંપરા અનુસાર વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ પરિવાર સાથે ભગવાન શ્રીનાથજી અને ગાદીજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તિભાવ અને જય શ્રીકૃષ્ણના નાદથી ગુંજ્યાં મંદિરો
બંને મંદિરોમાં અન્નકૂટ સખડીની સુંદર અને આકર્ષક રચના કરવામાં આવી હતી. ભગવાનને અર્પણ કરવામાં આવેલી વિવિધ વાનગીઓનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને જય શ્રીકૃષ્ણના નાદથી ગુંજી ઊઠ્યું હતું. આ ધાર્મિક આયોજનને પગલે વલસાડમાં નવા વર્ષની શરૂઆત ભક્તિમય માહોલમાં થઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *