વલસાડ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગી. ધુમાડો આશરે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયો હતો. સ્થાનિક લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. ડમ્પિંગ સાઇટની આસપાસ કેટલીક જગ્યાએ આગળનું દેખાતું નહોતું. સાઇટની બાજુમાંથી પસાર થતા રેલવે ટ્રેક અને નેશનલ હાઈવે પર પણ ધુમાડો ફેલાયો હતો. તેના કારણે રેલવે અને વાહનવ્યવહાર પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ધુમાડાના કારણે રસ્તો જોવામાં મુશ્કેલી પડી શકે તેવી સ્થિતિ હતી. ફરિયાદો મુજબ, આગ લાગ્યા પછી સ્થાનિક કોન્ટ્રાક્ટર કે જવાબદાર કર્મચારીઓએ ફાયર વિભાગને જાણ કરી નહોતી. સમયસર જાણ કેમ ન કરાઈ તે સવાલ ઊઠ્યો છે. આગ કાબૂમાં લેવા અને આવી ઘટના ફરી ન બને તે માટે નગરપાલિકા તંત્ર તકેદારી રાખે તેવી માગ કરવામાં આવી છે.
વલસાડની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી:એક કિમી વિસ્તારમાં ધુમાડો ફેલાયો; રેલવે ટ્રેક અને નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટી
📅 Published: November 11, 2026 |
📂 Category: gujarati-news
