દર વર્ષે ૯ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવાય છે. એક સમયે પત્રો પહોંચાડતું ટપાલ વિભાગ હવે ડિજિટલ યુગમાં સ્પીડ પોસ્ટ, પાર્સલ, આધાર-પાસપોર્ટ સેવા, બચત યોજનાઓ અને બેંકિંગ સેવાઓ દ્વારા લોકોના જીવનનો મહત્વનો ભાગ બન્યું છે. વલસાડ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર એમ. ભુમન્નાએ જણાવ્યું કે, ટપાલ વિભાગે ટેક્નોલોજી અપનાવી સેવાઓનો વિસ્તાર કર્યો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ઘરબેઠાં નાણાકીય વ્યવહારોની સુવિધા મળતાં ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલી ‘હરતી-ફરતી બેંક’ જેવા બન્યા છે. ડેપ્યુટી પોસ્ટ માસ્ટર મુકેશભાઈ પટેલના કહેવા મુજબ, વલસાડ જિલ્લામાં ૧૨૭ પોસ્ટમેન સાથે ૧ હેડ, ૩૭ સબ અને ૨૮૪ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ દ્વારા લગભગ ૧.૭૦ લાખ ગ્રાહકોને સેવા અપાય છે. અહીં દર અઠવાડિયે દોઢથી બે લાખ ટપાલનું બુકિંગ થાય છે, જ્યારે વિતરણ બમણું હોય છે.
વલસાડમાં ટપાલ વિભાગ ડિજિટલ યુગમાં બન્યું જનસેવાનું મજબૂત માધ્યમ:1 હેડ, 37 સબ અને 284 બ્રાન્ચ પોસ્ટ ઓફિસ દ્વારા 1.70 લાખ ગ્રાહકોને સેવા
📅 Published: October 9, 2026 |
📂 Category: gujarati-news
