વલસાડમાં આઈસીડીએસ (ICDS) અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા ટેક હોમ રેશન (THR) અને મિલેટ (શ્રી અન્ન)માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવવા માટે હતી.વલસાડમાં યોજાયેલી આ સ્પર્ધામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે મિલેટ અને ટેક હોમ રેશનનો ઉપયોગ કરીને અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને રજૂ કરી હતી.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહાર, મિલેટના ફાયદા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં હાજર મહિલાઓએ પોતાની વાનગી બનાવવાની કળાનું પ્રદર્શન કર્યું હતું.
વલસાડમાં ટેક હોમ રેશન-મિલેટમાંથી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ:ICDS અને મહિલા બાળ વિકાસ વિભાગે આયોજન કર્યું, મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો
📅 Published: September 9, 2026 |
📂 Category: gujarati-news
