વલસાડમાં નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા:વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે માહોલ જમાવ્યો

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરમાં નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાના તાલે રમઝટ બોલાવી. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધ રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટના મહોત્સવમાં યુવક-યુવતીઓએ પરંપરાગત અને આધુનિક સ્ટેપ્સનું સંયોજન રજૂ કર્યું. ધરમપુર રોડ પર સી.બી. હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રંગતાલી નવરાત્રી મહોત્સવમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. અબ્રામાના તડકેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ગોકુળ ચેરીટેબલ ટ્રસ્ટના મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. વશિયરના શ્રીજી પાર્ટી પ્લોટમાં અનાવિલ પરિવાર દ્વારા આયોજિત મહોત્સવમાં પણ ગરબાની રમઝટ જામી. આ મહોત્સવોમાં યુવાનો, મહિલાઓ અને ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને દર્શકોના ઉત્સાહ વચ્ચે નવરાત્રીની રાત્રિ ભક્તિ અને આનંદના રંગે રંગાઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *