વલસાડમાં 24 નવેમ્બર 2026, મંગળવારે વહેલી સવારે તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહ્યું. ઠંડા પવનને કારણે સવારે ઠંડકનો અનુભવ થયો. બપોરે તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે. હવામાનના અનુમાન મુજબ જિલ્લામાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને વાતાવરણ સૂકું રહેશે. વહેલી સવારે અને રાત્રે ઠંડક રહેશે. સૂર્યોદય પછી તાપમાન ધીમે ધીમે વધશે અને સાંજે ફરી ઠંડક અનુભવાશે. વહેલી સવારે વલસાડ શહેરના બગીચાઓ અને તિથલ રોડ પર મોર્નિંગ વોકર્સ જોવા મળ્યા. લોકો જોગિંગ અને કસરત કરવા ઘરની બહાર નીકળ્યા હતા. નોકરી-ધંધા માટે જતા લોકો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સ્વેટર, જેકેટ, મફલર અને શાલ પહેરેલા જોવા મળ્યા. શિયાળાની શરૂઆત સાથે વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાકની તૈયારીમાં લાગ્યા છે. વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં શાકભાજી, ઘઉં, ચણા અને કઠોળનું વાવેતર તથા પાકની માવજત ચાલી રહી છે. ઠંડું વાતાવરણ રવિ પાક માટે અનુકૂળ રહેવાની આશા સાથે ખેડૂતો ખેતીની કામગીરી કરી રહ્યા છે.
વલસાડમાં સવારે તાપમાન 21 ડિગ્રી નોંધાયું:બપોરે 31 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ; વહેલી સવારે લોકો સ્વેટર-જેકેટમાં દેખાયા, ખેડૂતો રવિ પાકની તૈયારીમાં
📅 Published: November 24, 2026 |
📂 Category: gujarati-news
