વલસાડમાં 17 વર્ષ જૂના ધાડ કેસનો ભેદ ઉકેલાયો:LCBએ મહારાષ્ટ્રથી વોન્ટેડ આરોપીને પકડ્યો, ડુંગરી પોલીસને સોંપ્યો

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષ જૂના પેટ્રોલ પંપ ધાડ અને લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. વલસાડ LCB ટીમે મહારાષ્ટ્રના પેલ્હારથી મુખ્ય વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. તેને આગળની તપાસ માટે ડુંગરી પોલીસને સોંપવામાં આવ્યો છે. વર્ષ 2010માં રોલા ગામ પાસેના વૈષ્ણવી પેટ્રોલપંપ પર ચાર લોકોએ ધાડ પાડી હતી. ડીઝલ પુરાવ્યા બાદ તેઓ ઓફિસમાં ઘૂસી ગયા હતા અને કર્મચારીઓને રિવોલ્વર બતાવી ધમકાવ્યા હતા. લૂંટારુઓએ કર્મચારીઓના હાથ-પગ બાંધી સ્ટોર રૂમમાં પૂરી દીધા હતા. તેઓ ઓફિસના ટેબલમાંથી રોકડા રૂ. 33,900 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 35,900ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તે સમયે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી. LCBને મળેલી બાતમીના આધારે પોલીસે પુનીત ઉર્ફે અજય કૃષ્ણચંદ્ર શ્રીશિવસહાય તીવારી (ઉંમર 40, રહે. વસઈ વેસ્ટ, પાલઘર, મૂળ ઉત્તરપ્રદેશ)ને પકડ્યો છે. પકડાયેલા આરોપીનો આંતરરાજ્ય ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે રાજસ્થાનમાં ધાડના બે ગુના અને મહારાષ્ટ્રમાં લૂંટ તથા હુમલાનો એક ગુનો નોંધાયેલો છે. ડુંગરી પોલીસે તેની રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *