વાનાવડ-સતાપર રોડની નબળી કામગીરીનો આરોપ:ધારાસભ્ય હેમંત ખવાએ સ્થળ નિરિક્ષણ કર્યું, અધિકારીઓને ગુણવત્તા જાળવવા સૂચના આપી

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

જામજોધપુર તાલુકાના વાનાવડ-સતાપર રોડની નબળી કામગીરી અંગે ગ્રામજનો તરફથી રજૂઆત મળ્યા બાદ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સ્થળ પર પહોંચી રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રોડની વર્તમાન સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી અંગે સ્થળ પર જ તપાસ કરી હતી. આ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો પણ મેળવી હતી. આ નિરીક્ષણ દરમિયાન, ધારાસભ્ય ખવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રોડના કામમાં ગુણવત્તા જાળવવા અને સરકારના નિર્ધારિત ધોરણો મુજબ કામગીરી કરવા કડક સૂચના આપી હતી. તેમણે રોડનું કામ યોગ્ય અને ટકાઉ બને તે માટે જરૂરી તકેદારી રાખવા પર ભાર મૂક્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *