વાપીમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપમાં યુવક ઝડપાયો:નવ મહિના બાદ બાળકીએ બાળકને જન્મ આપ્યો; માતાની ફરિયાદ પર પોલીસે ગુનો નોંધ્યો

📅 Published: November 8, 2026 | 📂 Category: gujarati-news

વાપીમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બાળકી નવ મહિના ગર્ભવતી હતી અને 22 ઓક્ટોબરે સેલવાસની નમો હોસ્પિટલમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, અગાઉ ચાલીમાં રહેતો અને હાલ ચણોદના અમરનગરમાં રહેતો સૌરવકુમાર અશોકકુમાર સીંગ બાળકી ઘરમાં એકલી હોય ત્યારે તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતો હતો. તેણે આ વાત કોઈને કહેશે તો પરિણામ ભોગવવાની ધમકી આપી હતી, એવો ફરિયાદમાં ઉલ્લેખ છે. 22 ઓક્ટોબરે બાળકીના પેટ, હાથ અને પગમાં દુ:ખાવો થતાં તેને વાપીથી સેલવાસની નમો હોસ્પિટલ લઈ જવાઈ હતી. તપાસમાં તે નવ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. એ જ રાત્રે તેણે બાળકને જન્મ આપ્યો હતો. વાપી GIDC પોલીસે માતાની ફરિયાદના આધારે સૌરવકુમાર અશોકકુમાર સીંગ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(એમ), 65(1) અને પોક્સો (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું વાપીની સ્ટેટ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. ત્યાર બાદ તેને વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *