વિદેશ પ્રવાસે જતા ભારતીયોની કેટલીક હરકતો અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં વિયેતનામ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે જાહેર સ્થળો પર સિવિક સેન્સ અંગે મોટી ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં કેટલાક ભારતીય પ્રવાસીઓ ઈન્ટરનેશનલ એરપોર્ટની જમીન પર બેસીને જમતા જોવા મળે છે. સામાન્ય રીતે એરપોર્ટના ફ્લોરનો ઉપયોગ ચાલવા કે કનેક્ટિંગ ફ્લાઈટની રાહ જોવા માટે થતો હોય છે, પરંતુ આ પ્રવાસીઓએ તેનો ઉપયોગ ભોજન કક્ષ તરીકે કરી નાખ્યો. હર્ષ ગોએન્કાએ ઉઠાવ્યા સવાલ
જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે. વિયેતનામ હાલમાં ભારતીયો માટે ખૂબ જ લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન બની ગયું છે, ત્યારે ગોએન્કાએ આવી હરકતોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોની છબી ખરડાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટને પિકનિક સ્પોટની જેમ વાપરવા અને સ્વચ્છતાના સામાન્ય નિયમોનો ભંગ કરવા બદલ તેમણે પ્રવાસીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ સવાલ કર્યો હતો કે, ‘ભારતીયો વિદેશમાં પ્રવાસ કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તન કરતા ક્યારે શીખશે?’ જુઓ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રવાસીઓનું એક ગ્રુપ એરપોર્ટની ફ્લોર પર જમવાનું પાથરીને પંગત વાળીને બેઠું છે. આ દ્રશ્ય જોઈને અનેક યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે વિદેશમાં જાહેર સ્થળોનો આટલો સામાન્ય રીતે ઉપયોગ કરવો જરાય યોગ્ય નથી. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે ઓથોરિટીએ આવા પ્રવાસીઓની ઓળખ કરીને તેમના પાસપોર્ટ રદ્દ કરી દેવા જોઈએ. આવા વર્તનને રોકવા માટે જાગૃતિની સાથે કડક કાર્યવાહીની પણ જરૂર છે. એક યુઝરે સિંગાપોરનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે દેશોમાં કડક નિયમો છે ત્યાં ભારતીયો આવી હરકત કરતા પહેલા સો વખત વિચારે છે. જો આ જ લોકો સિંગાપોરમાં હોત તો ભારે દંડના ડરથી આવું વર્તન ક્યારેય ન કરત.
વિયેતનામ એરપોર્ટ પર ભારતીયોએ જમાવી મહેફિલ:જમીન પર પલોઠી વાળીને જમવા લાગ્યા, યુઝર્સે કહ્યું- 'આપણે ક્યારે સુધરીશું?'; VIDEO વાઇરલ
📅 Published: November 9, 2026 |
📂 Category: International
