જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા મહિલાની હત્યા બાદ શંકાસ્પદ આરોપીએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા ઝીંક્યા
પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહિલ પર અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપી આઈસીયુમાં સારવાર હેઠળ
પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપરાના જ 42 વર્ષીય અરજણભાઈ ગોવિંદભાઈ ભાડેલિયા નામના શંકાસ્પદ શખસનું નામ સામે આવ્યું છે. મહિલાની હત્યા કર્યા બાદ અરજણે પણ ઝેરી દવા પી લેતાં તેની તબિયત લથડી હતી, જેથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુના પાછળનું ચોક્કસ કારણ જાણવા પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધી આરોપીનું સ્વાસ્થ્ય સુધર્યા બાદ પૂછપરછ હાથ ધરવાની કવાયત કરી છે.
વિસાવદરમાં પરણિતાની ગળાના ભાગે ઘા ઝીંકી નિર્મમ હત્યા:વાડી વિસ્તારમાં ઘટનાને અંજામ આપી આરોપીએ ઝેર પીધું; હાલ જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
