વેઇટિંગ વધુ હોવાથી નિર્ણય:વડોદરા RTO ટેસ્ટ ટ્રેકના સમયમાં ફેરફાર, વેઈટિંગ ઘટાડવા બે શિફ્ટમાં કામગીરી શરૂ કરાઈ

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા RTO કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના વેઈટિંગ સમયમાં ઘટાડો કરવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર વ્હીલર વાહનોના ટેસ્ટમાં નાપાસ થવાનું પ્રમાણ વધુ હોવાથી અરજદારોને લાંબી રાહ જોવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને હવે ટેસ્ટ ટ્રેક પર બે શિફ્ટમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
અગાઉ RTO ટેસ્ટ ટ્રેકનો સમય સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધીનો હતો, જે બદલીને હવે બે શિફ્ટમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે અગાઉ ફાળવવામાં આવતા આઠ સ્લોટમાં એક સ્લોટનો વધારો કરવામાં આવતા ટેસ્ટ આપવા આવતા અરજદારોને મોટી રાહત મળી છે.
હાલમાં વડોદરા RTO કચેરીમાં દરરોજ ટુ વ્હીલર વાહનોના 252 ટેસ્ટ અને ફોર વ્હીલર વાહનોના 171 ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. સમય વધારવા અને સ્લોટમાં વધારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ અરજદારોના વેઈટિંગ સમયને ઓછો કરવાનો અને પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો છે.
જોકે, આ નવી વ્યવસ્થા વચ્ચે પણ ફોર વ્હીલર વાહનોના ટેસ્ટમાં પાસ થવાનો દર ચિંતાજનક રીતે નીચો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફોર વ્હીલર વાહનોના ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસિંગ રેશિયો હજુ પણ માત્ર 15 ટકા જ જોવા મળી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *