UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ વસૂલવાની માંગ સામે ગુજરાતના વેપારીઓએ વિરોધ કર્યો છે. વેરાવળ વેપારી એસોસિએશને 2 ઓક્ટોબરે ‘નો UPI ડે’ મનાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી ₹2,000 કે તેથી વધુના UPI વ્યવહારો પર પ્રસ્તાવિત 0.40 ટકા MDR ચાર્જ પાછો ખેંચવા માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે MDR લાગુ થતા વેપારીઓ પર વધારે ખર્ચ થશે. ફેડરેશને 2 ઓક્ટોબરે UPIનો ઉપયોગ ન કરવા અને રોકડમાં વ્યવહાર કરવા અપીલ કરી છે. વિરોધના ભાગરૂપે વેપારીઓ પોતાના UPI ગેજેટ પર કાળું કપડું બાંધી પ્રતિકાત્મક વિરોધ કરશે. આ કાર્યક્રમ ગાંધીજીના અસહકારના માર્ગે શાંતિપૂર્ણ રીતે યોજાશે. વેરાવળ વેપારી એસોસિએશન અને સટ્ટા બજાર રેડીમેડ એસોસિએશન સહિત અનેક વેપારીઓ આ અભિયાનમાં જોડાશે. MDR અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી વેપારીઓએ માંગ કરી છે.
વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે 'નો UPI ડે':UPI ગેજેટ પર કાળું કપડું બાંધી પ્રતિકાત્મક વિરોધ કરશે
📅 Published: September 27, 2026 |
📂 Category: gujarati-news
