વેરાવળ બંદર પાસે રાયલી ગોડાઉન વિસ્તારના દરિયા કિનારે એક ગાય દરિયામાં ડૂબી રહી હતી. સ્થાનિકોએ તરત જ શ્રી ગૌનિવાસ ગૌસેવા હોસ્પિટલ, વેરાવળના રાહુલભાઈ મસાણીની ટીમને જાણ કરી. ખારવા સમાજના ગૌ સેવકો જીવના જોખમે દોરડા સાથે દરિયામાં કૂદી પડ્યા. ગાય વધુ ઊંડા પાણીમાં ગરકાવ થાય તે પહેલા તેને દોરડાથી બાંધી દીધી. મોટા મોજા હોવા છતાં, યુવાનોએ ગાયને ડૂબતી બચાવી અને સુરક્ષિત રીતે બહાર કાઢી. રાહુલભાઈ મસાણીએ જણાવ્યું કે, જો સમયસર કાર્યવાહી ન થઈ હોત તો ગાય ઊંડા પાણીમાં ખેંચાઈ જાત. બચાવ કામગીરી દરમિયાન યુવાનો પણ મોજામાં ફસાઈ જતા હતા, પરંતુ એકબીજાનો સાથ પકડી ગાયને બહાર કાઢવામાં સફળ રહ્યા. તેમણે સલાહ આપી કે આવી સ્થિતિમાં તરતા આવડતું હોય તો જ દરિયામાં કૂદવું, નહીં તો માનવ જીવને પણ જોખમ થઈ શકે છે. દરિયાના ઊંચા મોજામાં ગરકાવ થવામાં વાર લાગતી નથી.
વેરાવળમાં દરિયામાં ડૂબતી ગાયને યુવાનોએ બચાવી:ખારવા સમાજના ગૌ સેવકોએ જીવના જોખમે દરિયામાં કૂદી દોરડાથી બહાર કાઢી
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
