વેરાવળમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અનોખા:શ્રી દાંડિયા ક્લાસીસના મીતાબેન કક્કડ દ્વારા બહેનોને વિનામૂલ્યે રાસ-ગરબાની સઘન તાલીમ

📅 Published: October 11, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બહેનોના હુન્નરને બહાર લાવવા પ્રયાસરત છે. સંસ્થા વેરાવળ અને આસપાસની ગરબીઓમાં આ બહેનો માટે રાસ-ગરબાની વ્યવસ્થા કરે છે, જેથી તેઓ પણ સામાન્ય લોકોની જેમ માતાજીની આરાધના કરી શકે. શ્રી દાંડિયા ક્લાસીસના મીતાબેન કક્કડ સહિતના સેવાભાવી બહેનો નિશુલ્ક તાલીમ આપી તેમને વિવિધ રાસ તૈયાર કરવામાં મદદ કરે છે. આ પહેલનો હેતુ અંધ બહેનોના જીવનમાં ઉત્સાહ લાવવાનો છે. મંત્રી ભીખુભાઈ સિસોદિયાએ જણાવ્યું કે, સંસ્થા 20 પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને રહેવા, જમવા, ભણવા અને રોજગારીની નિશુલ્ક સેવાઓ પૂરી પાડે છે. આ વ્યવસ્થા દાતાઓના દાનથી ચાલે છે અને હાલ સંસ્થાને અનાજની જરૂર છે. સંસ્થા રોકડ દાન સ્વીકારતી નથી. જોકે, નવરાત્રી દરમિયાન પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની આર્થિક જરૂરિયાત માટે સહયોગ આપે છે. ગરબીમાંથી મળતા અનુદાનમાંથી ખર્ચ બાદ કરી તમામ રૂપિયા બહેનોને વહેંચી દેવાય છે. ટ્રસ્ટી અનિસ રાચ્છે રાસ રમાડવા ઈચ્છતા ગરબી મંડળોને 9925350551 પર સંપર્ક કરવા જણાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *