વેરાવળ પાટણ જોઈન્ટ નગરપાલિકા વિસ્તારના બંદર રોડ પર આવેલા આંગણવાડી કેન્દ્ર નં. ૧૧૭ ખાતે ‘આંગણ ઉત્સવ’ યોજાયો. આ ઉત્સવનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં બાળકો માટે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો અને મહેમાનોએ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમની પ્રવૃત્તિઓ નિહાળી. આ પ્રસંગે વેરાવળ પાટણ જોઈન્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ, આંગણવાડી સુપરવાઈઝર સરોજબેન અગ્રાવત, નગરસેવકો હનીફભાઈ મલેક, ફારૂક બુડિયા, યાસીન બાનવા, ઇમરાન ટાયશન, અસરફ મુગલ, સલમાનભાઈ અને સામાજિક કાર્યકર અનિષભાઈ રાચ્છ ખાસ હાજર રહ્યા. આંગણવાડી કેન્દ્રના સંચાલક પ્રજ્ઞાબેન બારોટ અને અમૃતાબેન પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું. સહાયક સેવિકાઓએ પણ તેને સફળ બનાવવા મદદ કરી હતી.
વેરાવળમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે 'આંગણ ઉત્સવ' યોજાયો:પોષણ અને શિક્ષણ અંગે જાગૃતિ લાવવા ચીફ ઓફિસર સહિતના મહાનુભાવો હાજર રહ્યા
📅 Published: October 2, 2026 |
📂 Category: gujarati-news
