શહેરના ચાર ઝોનમાં ગંદકી કરતાં 17 એકમો સીલ કરાયાં:ખોરાક શાખાએ અખાદ્ય પીરસતાં 26 એકમો સીલ કર્યાં, ચીઝ-અજીનોમોટો,પાણીપૂરીના 85 લિટર પાણીનો નાશ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

ખોરાક શાખાએ મુક્તાનંદ ચાર રસ્તા, કાલાઘોડાથી ફતેગંજ રોડ, સયાજીગંજ, મ.સ.યુનિ. આસપાસ, કારેલીબાગ-રાત્રી બજાર વિસ્તારમાં 41 યુનિટનું ચેકિંગ કર્યું હતું. મુક્તાનંદ ચાર રસ્તા ખાતે લવલી પાણીપુરીમાંથી 85 લિટર પાણી અને 3 કિલો બટાકાનો રગડો અનહાઇજેનિક જણાતાં નાશ કરાયો હતો. ભરત પંજાબી ખાનાના 1 કિલો ચીઝ, 500 ગ્રામ અજિનોમોટોનો નાશ કર્યો હતો. ટીમે મ.સ.યુનિવર્સિટી અને ફતેગંજ રોડ પર આવેલા બોની પાર્લર, જગગોગા ટી-સ્ટોલ, પટેલ પાન, એ.ડી.ફાસ્ટફુડ, કેમ્પસ કોર્નર સહિત 8 હોકર અને 16 રિટેલર મળી 24 યુનિટોને બંધ કરાવ્યા હતા. લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર ધંધો ચલાવતા રાજુ પાનને તાત્કાલિક સીલ કરાયું હતું. તેવી જ રીતે જલારામ શેરડીનો રસના યુનિટમાં ગંદકી જણાતા બંધ કરાવાયું હતું. શહેરના ચાર ઝોનમાં ગંદકી કરતાં 17 એકમો સીલ કરાયાં
પાલિકાએ 17 એકમ સીલ કર્યા છે. ખોડિયાર નગરમાં સોનમ ક્લિનિક અને સ્ક્રેપ શોપ સહિત 5 એકમ, વૃંદાવન ચાર રસ્તા પાસે પાન-પડીકી તથા ચાના કપ ફેંકી ગંદકી કરતી રજવાડી ચા, બરોડા સેન્ડવીચ સહિત 7 દુકાન સીલ કરાઈ હતી. કારેલીબાગના શ્રીજી આઇસક્રીમ, હાથીખાના APMC પાસે ભંગારના ગોડાઉન સામે, ગોત્રી, ભાયલી રાજપથ કોમ્પ્લેક્ષ, અકોટામાં ફર્નિચર તથા સોડા શોપ સહિતના એકમો સીલ કરાયા હતા. અજીનોમોટોથી તમારા ધબકારા પણ વધી શકે છે
મોનોસોડિયમ ગ્લુટામેટ અજીનોમોટો તરીકે ઓળખાય છે. તે ફ્લેવર એન્હાન્સર છે, ખોરાકમાં નાખતાં સ્વાદ વધે છે. ચાઈનીઝ, ઈન્ડો-ચાઈનીઝ, નૂડલ્સ, મંચુરિયન, સૂપ, પંજાબી, ફાસ્ટફૂડમાં ઉપયોગ થાય છે. વધુ ઉપયોગથી લાંબા ગાળે માથાનો દુખાવો, તરસ-મોઢું સૂકાવું, ઊબકા, ધબકારાની ફરિયાદો થઈ શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *