પંચમહાલ જિલ્લાના શહેરા APMC પર પુનઃ ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત મતદાર મંડળની ચૂંટણીમાં શહેરાના ધારાસભ્ય અને નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ સહિત કુલ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલનો સંપૂર્ણ વિજય થયો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો બિનહરીફ જાહેર થતાં માર્કેટિંગ યાર્ડ પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ ભરવાડ પણ ખેડૂત વિભાગમાંથી બિનહરીફ થતા ભાજપમાં ખુશીનો માહોલ છે. ખેડૂત મતદાર મંડળની કુલ 10 બેઠકો માટે 14 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. 30 ઓગસ્ટના રોજ ફોર્મ ચકાસણી દરમિયાન 2 ફોર્મ રદ થયા હતા. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આમ, કુલ 10 બેઠક સામે 10 જ ઉમેદવારોના ફોર્મ બાકી રહેતા ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ્સ રૂલ્સ મુજબ તમામ 10 સભ્યોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. બિનહરીફ ચૂંટાયેલા સભ્યો 1. પગી ભયલાલભાઈ દલાભાઈ (મુ.પો.બોડીદ્રાખુર્દ, તા.શહેરા) 2. પટેલ પ્રભાતભાઈ દલસુખભાઈ (મધર ફળિયું, મુ.પો.નાંદરવા, તા.શહેરા) 3. પરમાર આરસિંહ પર્વતસિંહ (મુ.પસનાલ, તા.શહેરા, જિ.પંચમહાલ) 4. બારીઆ રણછોડભાઈ જેસિંગભાઈ (ઢાકલીયા તળાવ ફ., તા.શહેરા, જિ.પંચમહાલ) 5. બારીઆ મોહનભાઈ પુનાભાઈ (મુ.પો.વાઘજીપુર, તા.શહેરા, જિ.પંચમહાલ) 6. ભરવાડ ઘનશ્યામભાઈ જેઠાભાઈ (મુ.પો.અણિયાદ, તા.શહેરા) 7. સોલંકી ઇન્દ્રસિંહ રણજિતસિંહ (મુ.પો.ધારાપુર, તા.શહેરા) 8. સોલંકી ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ (હાઇસ્કુલ સામે, મુ.પો.બાહી, તા.શહેરા) 9. સોલંકી નરવતભાઈ રાયજીભાઈ (મુ.ધાયકા, પો.રેણા, તા.શહેરા) 10. સોલંકી પ્રવિણસિંહ અડેસિંહ (મુ.પો.વલ્લવપુર, તા.શહેરા)
શહેરા APMC ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પુત્ર ઘનશ્યામ સહિત 10 ઉમેદવારો બિનહરીફ જાહેર
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
