ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે ત્રણ, પાંચ, સાત અને નવ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ સાત દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યું હતું, તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી. આજે રવિવારની રજાના કારણે સાંજે વિસર્જન માટે ભીડ જોવા મળી હતી. એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન
દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સૌ કોઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત ત્રણ, પાંચ, સાત તથા નવ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જન કરી રહ્યાં છે. રવિવારની રજામાં ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું
વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે, જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આજે વહેલી સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકોએ આજે રવિવારની રજામાં ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.
શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જન:ગણપતિ બાપાના જયઘોષ સાથે સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન, કોળીયાકના દરિયામાં કરવા લોકો ઉમટ્યા
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
