શિક્ષિકાએ પોતાના મહેનતાણામાંથી ખર્ચ કરી શાળામાં બનાવ્યો ‘વાગલેની દુનિયા’ પ્રોજેક્ટ:હરબટીયાળી પ્રાથમિક શાળાના બાળકોને મળશે વાંચન-લેખન-ગણનમાં મદદ

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ ‘વાગલેની દુનિયા’ નામનો શૈક્ષણિક પ્રોજેક્ટ બનાવ્યો છે. નિપુણ ભારત મિશન હેઠળ બાળકોને આનંદદાયક શિક્ષણ આપવું આ પ્રોજેક્ટનો હેતુ છે. ગીતાબેને વસતી ગણતરીના મહેનતાણામાંથી આ પ્રોજેક્ટનો ખર્ચ કર્યો. પ્રોજેક્ટમાં શાળાના વર્ગખંડો અને લોબીની દીવાલો પર શૈક્ષણિક ચિત્રો છે. બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોને વાંચન, લેખન, ગણનમાં મદદ મળે તે માટે સામગ્રી ચિત્રાત્મક રજૂ કરાઈ છે. બાળકો રિસેસમાં કે રમતાં-રમતાં પણ આ ચિત્રોનો ઉપયોગ કરી શકે છે. ગીતાબેનના આ કાર્યને આચાર્ય હરેશભાઈ માણાવદરિયા, BRC કલ્પેશભાઈ ફેફર, રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, CRC કૌશિકભાઈ ઢેઢી અને તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારઘી સહિતનાઓએ બિરદાવ્યું. અગાઉ તેમનો ‘બોલતી બજાર’ પ્રોજેક્ટ પણ સફળ રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *