શું ડેન્ગ્યુમાં ઘટી રહી છે શરીરની ‘કુદરતી પટ્ટી’?:જીવનું જોખમ વધે એ પહેલાં જ ઓળખો આ 8 લક્ષણો, ભૂલથી પણ ન કરો આ 5 મોટી ભૂલો

📅 Published: September 22, 2026 | 📂 Category: Lifestyle

પશ્ચિમ બંગાળમાં 18 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 5,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ, દિલ્હીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 432 પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાંથી પણ સતત નવા કેસ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ સાથે જે બાબતનો સૌથી વધુ ઉલ્લેખ થાય છે, તે છે પ્લેટલેટ્સ. ડેન્ગ્યુ એટલો ખતરનાક એટલા માટે છે કારણ કે તેમાં પ્લેટલેટ્સની સંખ્યા અચાનક ઘટી જાય છે. આ સંખ્યા જો 20,000થી નીચે પહોંચી જાય તો બ્લીડિંગ શરૂ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. તેથી પ્લેટલેટ્સને સમજવું જરૂરી છે. તે શું છે, શરીરમાં તેનું શું કામ છે અને જીવન માટે તે આટલું મહત્વપૂર્ણ કેમ છે. સાથે જ સામાન્ય પરિસ્થિતિઓમાં હેલ્ધી પ્લેટલેટ્સ કાઉન્ટ માટે આપણી લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ. પ્લેટલેટ્સ સાથે જોડાયેલા આવા જ કેટલાક સવાલો પર આજે ‘કામના સમાચાર’માં વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. રોહિત શર્મા, કન્સલ્ટન્ટ, ઈન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, જયપુર સવાલ- પ્લેટલેટ્સ શું છે? જવાબ- ચાલો, તેને પોઈન્ટર્સ દ્વારા સમજીએ- સવાલ- આપણા શરીરમાં પ્લેટલેટ્સનું શું કામ છે? જવાબ- તેમને લોહીની ‘રિપેરિંગ યુનિટ’ પણ કહી શકાય. જ્યારે શરીરમાં ક્યાંય પણ ઈજા થાય છે અને લોહી વહેવા લાગે છે, ત્યારે પ્લેટલેટ્સ તરત જ તે જગ્યાએ પહોંચી જાય છે અને લોહીને વહેતું અટકાવે છે. નીચેના પોઈન્ટર્સમાં તેમના બધા કામ સમજો- સવાલ- એક સ્વસ્થ શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા કેટલી હોય છે? જવાબ- એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે પ્રતિ માઇક્રોલિટર લોહીમાં 1.5 લાખથી 4.5 લાખ પ્લેટલેટ્સ હોય છે. જો પ્લેટલેટ્સની સંખ્યા આ સામાન્ય મર્યાદા કરતાં ઓછી કે વધુ થઈ જાય, તો ડૉક્ટર તેના કારણની તપાસ કરે છે. સવાલ- પ્લેટલેટ્સની સંખ્યા તપાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? જવાબ- પ્લેટલેટ્સની સંખ્યા અને તેમની કાર્યક્ષમતા તપાસવા માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં સામેલ છે- સવાલ- કયા રોગોમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ શકે છે? જવાબ- પ્લેટલેટ્સ ઓછા થવું પોતાનામાં કોઈ બીમારી નથી, પરંતુ તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. કઈ બીમારીઓ અથવા પરિસ્થિતિઓમાં પ્લેટલેટ્સ ઓછા થઈ શકે છે, તે ગ્રાફિકમાં જુઓ- સવાલ- ડેન્ગ્યુ થવા પર પ્લેટલેટ્સની સંખ્યા શા માટે ઘટે છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- શું આ બીમારીઓ ઉપરાંત સામાન્ય સ્થિતિમાં પણ પ્લેટલેટ્સની સંખ્યા ઘટી શકે છે? જવાબ- હા, કેટલીક પરિસ્થિતિઓમાં કોઈ ગંભીર બીમારી વિના પણ પ્લેટલેટ્સની સંખ્યા અસ્થાયી રીતે ઓછી દેખાઈ શકે છે, જેમ કે- ક્યારેક બ્લડ સેમ્પલમાં પ્લેટલેટ્સ એકબીજા સાથે ચોંટી જવાને કારણે પણ રિપોર્ટમાં તેમની સંખ્યા ઓછી દેખાઈ શકે છે. તેથી એકવાર પ્લેટલેટ્સ ઓછા આવ્યા બાદ ડૉક્ટર જરૂરિયાત મુજબ ફરીથી તપાસ કરીને કારણ જાણે છે. સવાલ- શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવાના કયા સંકેતો છે? જવાબ- જ્યારે પ્લેટલેટ્સનું સ્તર ઘણું ઓછું થવા લાગે છે, ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે. ગ્રાફિકમાં બધા સંકેતો જુઓ- સવાલ- પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે કયા પોષક તત્વો જરૂરી છે? જવાબ- પ્લેટલેટ્સ બનાવવા માટે શરીરને અનેક પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જોકે, કોઈ એક વિટામિન કે મિનરલ એકલા પ્લેટલેટ્સ વધારતા નથી. પ્લેટલેટ્સનું નિર્માણ એક જટિલ પ્રક્રિયા છે. તેમાં સંતુલિત પોષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્લેટલેટ્સ માટે જરૂરી પોષક તત્વોની યાદી ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- શું કોઈ ખાદ્યપદાર્થ સીધી રીતે પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે? જવાબ- હજુ સુધી એવું કોઈ ખાદ્યપદાર્થ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી, જે તરત જ પ્લેટલેટ્સ વધારી દે. પરંતુ કેટલાક પોષક તત્ત્વો પ્લેટલેટ્સ બનવાની પ્રક્રિયાને ચોક્કસપણે મદદ કરે છે. પ્રશ્ન- કયા ખાદ્યપદાર્થો પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદ કરે છે? જવાબ- ગ્રાફિકમાં આવા ખાદ્યપદાર્થોની યાદી જુઓ- સવાલ- કયા ફૂડ્સ અથવા આદતો પ્લેટલેટ્સના દુશ્મન બની શકે છે? જવાબ- કેટલાક ફૂડ્સ અને જીવનશૈલીની આદતો પ્લેટલેટ્સના ઉત્પાદન, તેમની કાર્યક્ષમતા અથવા શરીરની રિકવરી પર નકારાત્મક અસર પાડી શકે છે, જેમ કે- પ્રશ્ન- સ્વસ્થ પ્લેટલેટ્સ માટે શું કરવું જોઈએ? જવાબ- આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો- સવાલ- શું માત્ર આહારથી પ્લેટલેટ્સની સંખ્યા સામાન્ય થઈ શકે છે? જવાબ- ના, આ વાત પ્લેટલેટ્સ શા માટે ઘટ્યાં છે તેના પર આધાર રાખે છે. જો પ્લેટલેટ્સ કોઈ પોષણ સંબંધિત ઊણપને કારણે ઘટ્યાં હોય, તો યોગ્ય આહાર અને જરૂરી સપ્લિમેન્ટ્સ મદદરૂપ થઈ શકે છે. જો તેનું કારણ કોઈ બીમારી (ડેન્ગ્યુ, મેલેરિયા, લિવર ડિસીઝ) હોય, તો આવી સ્થિતિમાં બીમારીની સારવાર જરૂરી છે. પ્લેટલેટ્સ સંબંધિત સામાન્ય ભ્રમ અને હકીકત 1. ભ્રમ- કીવી અને પપૈયું ખાવાથી પ્લેટલેટ્સ તરત વધી જાય છે. હકીકત- આ બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તે પ્લેટલેટ્સ વધારવાની રામબાણ દવા નથી. 2. ભ્રમ- પ્લેટલેટ્સ ઓછા હોય તો માત્ર આયર્ન લેવાથી વધી જશે. હકીકત- જો ઊણપનું કારણ આયર્નની ઊણપ હોય, તો તેની સારવાર મદદરૂપ થઈ શકે છે. દરેક કિસ્સામાં આયર્ન લેવાની જરૂર હોતી નથી. 3. ભ્રમ- પ્લેટલેટ્સ જેટલા વધારે, તેટલું સારું. હકીકત- શરીરને પ્લેટલેટ્સની સામાન્ય માત્રાની જરૂર હોય છે. ખૂબ વધારે અથવા ખૂબ ઓછા, બંને સ્થિતિઓ યોગ્ય નથી. 4. ભ્રમ- ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઘટે તો તરત જ પ્લેટલેટ્સ ચઢાવવા જરૂરી છે. હકીકત- દરેક દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવાની જરૂર હોતી નથી. નિર્ણય પ્લેટલેટ કાઉન્ટ, રક્તસ્ત્રાવ અને દર્દીની સ્થિતિ જોઈને લેવામાં આવે છે. 5. ભ્રમ- પ્લેટલેટ્સ ઓછા હોય ત્યારે દૂધ-દહીં ન ખાવું જોઈએ. હકીકત- સામાન્ય રીતે પ્લેટલેટ્સ ઓછા હોય ત્યારે દૂધ અને દહીં બંધ કરવાની જરૂર હોતી નથી, જ્યાં સુધી ડૉક્ટરે કોઈ ખાસ કારણ ન જણાવ્યું હોય. 6. ભ્રમ- પ્લેટલેટ્સ વધારવા માટે વધુ વિટામિન અથવા સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. હકીકત- સપ્લિમેન્ટ્સ ત્યારે જ લેવા જોઈએ, જ્યારે કોઈ ઉણપ હોય અથવા ડૉક્ટરની સલાહ હોય. જરૂર કરતાં વધુ સેવન નુકસાનકારક પણ થઈ શકે છે. 7. ભ્રમ- પ્લેટલેટ્સ ઓછા હોવાનો અર્થ ગંભીર બીમારી છે. હકીકત- એ જરૂરી નથી. ક્યારેક ચેપ અથવા તપાસ દરમિયાન પ્લેટલેટ્સ એકબીજા સાથે ચોંટી જવાને કારણે પણ રિપોર્ટમાં સંખ્યા ઓછી દેખાઈ શકે છે. ભ્રમ 8- પ્લેટલેટ્સ ઓછા હોવાનો અર્થ હંમેશાં ડેન્ગ્યુ થાય છે. ફેક્ટ- જરુરી નથી. અન્ય ઘણી બીમારીઓ અને આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓમાં પણ પ્લેટલેટ્સ ઘટી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *