શોપિંગ ફેસ્ટિવલમાં AMC ₹46 લાખનો ખર્ચ કરશે:મ્યુનિસિપલ કોર્પોરેશનની ફેસ્ટિવલના આયોજન-સફળતા માટે પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

આગામી ડિસેમ્બર મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાનારા શોપિંગ ફેસ્ટિવલની સીઝન-3 ના આયોજનથી લઈને માર્કેટિંગ સહિતની કામગીરી માટે તમામ પ્રકારની માટે પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (PwC) કંપનીને સ્ટ્રેટેજિક એડવાઇઝરી અને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવાની દરખાસ્ત તૈયાર મુકવામાં આવી છે. ચાર કન્સલ્ટન્ટને ત્રણ મહિનાનો ખર્ચ રૂ.39.60 લાખ અને 18 ટકા GSTના રૂ.7.12 લાખ મળીને કુલ રૂ.46.72 લાખનો ખર્ચ થશે. આ માટે ચાર કન્સલ્ટન્ટની ટીમ ત્રણ મહિના સુધી કામગીરી કરશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. સોશિયલ મીડિયા, વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન મારફતે ફેસ્ટિવલનો પ્રચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલના કાર્યક્રમો દરમિયાન શહેરીજનો અને ગ્રાહકો દ્વારા આ કાર્યક્રમને નબળો પ્રતિસાદ મળ્યો હતો અને શોપિંગ ફેસ્ટિવલ પાછળ કરવામાં આવેલો ખર્ચ પાણીમાં ગયો હતો. જેથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને માત્ર ખરીદીના ઉત્સવ પૂરતો સીમિત રાખવાને બદલે શહેરના વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મોટા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આપશે. જેમાં ફેસ્ટિવલનું આયોજન, વિવિધ સ્થળોનું સંકલન, ઇવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્રચારનો સમાવેશ થાય છે. આ કંપની દ્વારા સોશિયલ મીડિયા, વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન મારફતે ફેસ્ટિવલનો પ્રચાર કરવામાં મદદ કરાશે. ગત વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 71 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી
વેપારીઓ, કારીગરો, કલાકારો અને અન્ય હિતધારકો સાથે સંકલન ઉપરાંત ફૂડ, સંગીત, ફેશન, હેરિટેજ, યુવા સહભાગિતા અને મનોરંજનના કાર્યક્રમોના આયોજનમાં પણ સહાય અપાશે. ઉપરાંત ફેસ્ટિવલની સફળતા માપવા માટે KPI નક્કી કરવા, મુલાકાતીઓની સંખ્યા, વેચાણ, ભાગીદારી અને આર્થિક અસરનું મૂલ્યાંકન કરવા તથા ભવિષ્યના આયોજન માટે SOP અને અહેવાલ તૈયાર કરવાની જવાબદારી પણ રહેશે. ગત વર્ષે યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલમાં 71 લાખથી વધુ મુલાકાતીઓએ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી અને 8,500થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *