શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના સુપ્રસિદ્ધ ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના વિશેષ શણગાર અને દર્શનનો લાભ લીધો હતો. ઇચ્છેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ સ્વરૂપ નટરાજના વિશેષ દર્શન ગોઠવવામાં આવ્યા હતા. ભક્તોએ આ મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બેડેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલેશ્વરાય સ્વરૂપના ચાંદીના ભવ્ય દર્શનનું આયોજન કરાયું હતું. ચાંદીના શણગારથી સુશોભિત મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. પ્રથમ સોમવારે શિવભક્તોએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવ મંદિરોમાં ભીડ:ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરે વિશેષ શણગાર કરાયો
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
