સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શિવ મંદિરોમાં સાંજે અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્રીજા શ્રાવણીયા સોમવારે શિવ મંદિરોમાં ભક્તો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનો વિશિષ્ટ શણગાર અર્પણ કરાયો હતો. હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવને શાકભાજી વડે અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારમાં કાકડી, ગાજર, મકાઈ, ટામેટા, કેપ્સિકમ, લીલા મરચાં, ફ્લાવર, કોબીજ, રીંગણ, દુધી, તુરીયા, બટાકા, લીલા વટાણા, ભીંડા, લીલા ધાણા, મેથી અને બીટ સહિત કુલ 57 કિલો શાકભાજીનો ઉપયોગ કરાયો હતો. હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે વૈજનાથ યુવક મંડળ દ્વારા ભગવાનને ભક્તિભાવપૂર્વક ચોખાનો સુંદર અને દિવ્ય શણગાર અર્પણ કરાયો હતો. જય સોની દ્વારા 20 કિલો ચોખાનો ઉપયોગ કરીને આ પાવન શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો.હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવને 40 કિલો ફૂલો અને પાંદડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે ઝરણેશ્વર મહાદેવને ગુલાબ અને બીલીપત્રો વડે શણગારવામાં આવ્યા હતા.ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને ગુલાબ અને ગલગોટાના ફૂલો વડે શણગારવામાં આવ્યા હતા.
શ્રાવણીયા સોમવારે હિંમતનગરના શિવ મંદિરોમાં વિશેષ શણગાર કરાયા:વૈજનાથ મહાદેવને 20 કિલો ચોખાનો શણગાર, રાજેન્દ્રનગરમાં સોમનાથ મહાદેવને શાકભાજીથી શણગારાયા
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
