નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ મળી રહે તે માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિલ્ડ લેવલના પડકારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હેતલ ચૌધરીએ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાના આરોગ્ય માળખા, માનવ સંસાધન અને ઉપલબ્ધ સાધન-સામગ્રીની સ્થિતિ રજૂ કરી હતી. બેઠકમાં સગર્ભા બહેનોને અપાતી સારવાર તેમજ જિલ્લાની તમામ સગર્ભા બહેનોની સોનોગ્રાફી રાજપીપળાની જીમર્સ મેડિકલ કોલેજ ખાતે જ થાય તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ચર્ચા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે તાજેતરમાં અતિભારે વરસાદની આગાહી અને આપત્તિ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને સમયસર હોસ્પિટલ શિફ્ટ કરવાની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે તમામ તબીબી અધિકારીઓને નિયમિત ફિલ્ડ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ જાણવા અને દર્દીઓને સમયસર સારવાર આપવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા સહિત જીલ્લાના તબીબી અધિકારીઓ અને ડૉક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
સગર્ભા બહેનોની સોનોગ્રાફી જીમર્સ મેડિકલ કોલેજમાં થાય તે અંગે ચર્ચા:નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની અગત્યની બેઠક મળી
📅 Published: September 11, 2026 |
📂 Category: gujarati-news
