જામનગરમાં બળેવ નિમિત્તે સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા વિશ્વકર્માની વાડી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ પ્રમુખો અને દાતાઓનું સન્માન કરાયું. પ્રમુખ અશોકભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સ્વાગત પ્રવચન બાદ મંત્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ખજાનચી કનૈયાલાલ જોશીએ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ડો. દેવાંશુ શુક્લ અને અરુણભાઈ શુક્લને શાલ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાતાઓ દીપકભાઈ દવે અને હર્ષદભાઈ દવેનું સન્માન ઉપપ્રમુખ હેમંત પાઠક અને મંત્રી ધર્મેન્દ્ર રાવલના હસ્તે કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી જયદીપ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ દ્વારા આગામી સમયમાં સમાજની જગ્યાના વિકાસ માટે દાનની અપીલ કરવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ સભ્ય પરિવારોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.
સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળનો કાર્યક્રમ:સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન, પૂર્વ પ્રમુખો અને દાતાઓનું સન્માન
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
