'સત્તાધારીઓ ચૂપ, અપક્ષ લડ્યો':હજીરા કાંઠા વિસ્તારના પ્રશ્નોને લઈ ધરણા, પોલીસ મધ્યસ્થી બાદ NHAI-પાણી પુરવઠા વિભાગે આપી ખાતરી

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

હજીરા કાંઠા વિસ્તારમાં રસ્તા અને પીવાના પાણી સહિતના ગંભીર પ્રશ્નો ઉકેલવામાં સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય અને પ્રતિનિધિઓ નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે ચોર્યાસી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય અને હજીરા કાંઠા વિકાસ સહકારી મંડળીના પ્રમુખ દિપક ડી. પટેલે ધરણા પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક જનતાની હાલાકી દૂર કરવા માટે અપક્ષ પ્રતિનિધિ તરીકે તેમણે મોરચો સંભાળી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો. ઈચ્છાપોર પોલીસની મધ્યસ્થી અને તંત્રની બાહેધરી
આ ધરણા પ્રદર્શન દરમિયાન ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ શાહ તથા સ્ટાફે સક્રિય મધ્યસ્થી કરી હતી. તેમણે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી) અને ગુજરાત પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક પોલીસ મથકે રૂબરૂ બોલાવ્યા હતા. બેઠક બાદ NHAI દ્વારા ટ્રાફિકને અડચણરૂપ બિસ્માર રોડનું સમારકામ તુરંત પૂર્ણ કરી માર્ગ ખુલ્લો કરવાની તથા પાણી પુરવઠા વિભાગે પાઈપલાઈનનું રિપેરિંગ વહેલી તકે પૂરું કરવાની બાહેધરી આપી હતી. લોકોનો આભાર અને લડત ચાલુ રાખવાનો નિર્ધાર
દીપકે ખાતરી આપી હતી કે, હજીરા કાંઠા વિસ્તારના બાકી રહેલા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જવાબદાર અધિકારીઓ સામે તેમની આ લડત ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *