રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મોતિયાના ઓપરેશન સહિત આંખની સારવારને વધુ આધુનિક બનાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ₹8.85 કરોડથી વધુના ખર્ચે 18 અદ્યતન ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદની MJ હોસ્પિટલને સૌથી વધુ મશીન ફાળવાશે
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 18 મશીનોમાંથી અમદાવાદની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીને સૌથી વધુ 7 મશીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને મોરબીની GMERS હોસ્પિટલને 2-2 મશીન આપવામાં આવશે. જ્યારે સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, વડનગર અને હિંમતનગરની હોસ્પિટલોને 1-1 મશીન ફાળવાશે. આધુનિક મશીનથી સર્જરીમાં ચોક્સાઈ અને અનેક ફાયદા
એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના વહન પર ચોક્કસ નિયંત્રણ રાખી સર્જનને ઓપરેશન દરમિયાન વધુ ચોકસાઈ આપે છે. આ મશીન આંખની અંદરના દબાણને સ્થિર રાખી અચાનક દબાણ ઘટવાની શક્યતા ઘટાડે છે. તેની પેરિસ્ટાલ્ટિક પમ્પ સિસ્ટમ અને ફૂટ પેડલ કંટ્રોલ મોતિયાના કણોને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. આંખમાં સોજો અને આડઅસરનું જોખમ ઘટશે
મશીનની ‘Ellips FX હેન્ડપીસ’ ટેકનોલોજી સર્જરી દરમિયાન નાના કાપ પાસે વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાનું જોખમ અટકાવે છે. તેનાથી ઓપરેશન પછી આંખના પારદર્શક ભાગમાં સોજો આવવાની કે અન્ય જટિલતાઓની શક્યતા ઘટે છે. આ નિર્ણયથી ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં આધુનિક નેત્ર સારવારનો સીધો લાભ મળશે.
સરકારી હોસ્પિટલોમાં મોતિયાની સર્જરી થશે વધુ આધુનિક:₹8.85 કરોડના ખર્ચે 18 એડવાન્સ મશીન ખરીદાશે;અમદાવાદની MJ હોસ્પિટલને સૌથી વધુ 7 મશીન
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
