ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રાત્રિના ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલા વિવાદમાં એક શખ્સે મહિલાને ધક્કો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે તેના પુત્રને છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં શખ્સે સામે ફરિયાદ નોંધાવી છે. ‘મારો ભાઈ બિમાર છે, છતા તમે ફટાકડા ફોડો છો’
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં બ્રહ્મકુમારી પાસે, મફતનગરમાં રહેતા ગીતાબેન દિનેશભાઈ મતનાણીએ ઘોઘારોડ પોલીસ મથકમાં તેની દીકરીના જેઠ સુનીલ ઉર્ફે સુરો જેઠાનંદ સોનૈયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રિના દિવાળી તહેવારમાં તેના ઘરના સભ્યો ફટાકડા ફોડતા હતા, ત્યારે શખ્સે આવી, મારો ભાઈ બિમાર છે, છતા તમે ફટાકડા ફોડો છો તેમ કહી શખ્સે તેમને ધક્કો મારી પછાડી દઈ ઢીંકાપાટુનો માર માર્યો હતો. જ્યારે તેના દીકરા મનનને છરી વડે ઈજા પહોંચાડી હતી. તેમજ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે શખ્સે સામે BNS એક્ટ 118(1), 115(2), 352, 351(3), જી.પી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
સરદારનગરમાં માતા-પુત્ર ઉપર શખ્સનો હિંસક હુમલો:મારો ભાઈ બીમાર છે કહી મહિલાને ઢીકાપાટુનો માર માર્યો, પુત્રને છરી ઝીંકી
📅 Published: November 9, 2026 |
📂 Category: gujarati-news
