સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણના સામાજિક પરિવર્તન પર ચર્ચા:રાષ્ટ્રીય સેમિનારમાં 'એક્સેસ ટુ ઇમ્પેક્ટ' વિષય પર પ્રો. કિશોરકુમાર પોરિયાએ ભાગ લીધો

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. ‘એક્સેસ ટુ ઇમ્પેક્ટ’ વિષય પર પેનલ ચર્ચામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કિશોરકુમાર પોરિયાએ ભાગ લીધો હતો. સેમિનારમાં ઉચ્ચ શિક્ષણમાં માત્ર પ્રવેશ નહીં, ગુણવત્તા, કૌશલ્ય વિકાસ અને રોજગારક્ષમતા પર ભાર મુકાયો. નિષ્ણાતોએ શિક્ષણના હેતુ અને સમાજ પર તેની અસર અંગે ચર્ચા કરી હતી. પ્રોફેસર પોરિયાએ કહ્યું કે, પ્રવેશ એ પહેલું પગથિયું છે. શિક્ષણનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓના જીવન અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક કૌશલ્ય અને ઉદ્યોગ જોડાણ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, ડિગ્રી ઉપરાંત ક્રિટિકલ થિંકિંગ, કમ્યુનિકેશન, ડિજિટલ લિટરસી જેવી ક્ષમતાઓ જરૂરી છે. NEP-2020 મુજબ ઉચ્ચ શિક્ષણને લવચીક, બહુવિષયક અને રોજગારલક્ષી બનાવવું જોઈએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *