સાંતલપુરના વૌવા ગામે ફરી મોડી રાત્રે હિંસક જંગલી પ્રાણી દેખાયું:ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગના સર્ચ ઓપરેશનમાં ગ્રામજનો પણ ધોકા-લાકડીઓ અને ટોર્ચ સાથે જોડાયા

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં આજે 30 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં ફરી એકવાર હિંસક જંગલી પ્રાણી દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે ગામમાં હિંસક જંગલી પ્રાણીના હુમલાની ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ વન વિભાગની ટીમ સ્થાનિક સ્તરે સ્ટેન્ડબાય મોડ પર હતી. આજે રાત્રે ફરી વાર પ્રાણી દેખાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ધોકા-લાકડીઓ અને ટોર્ચ સાથે ગ્રામજનો પણ સર્ચમાં જોડાયા
જંગલી પ્રાણી દેખાયાના સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. ગ્રામજનો હાથમાં ધોકા-લાકડીઓ અને ટોર્ચ લઈને વન વિભાગના કર્મચારીઓ સાથે ગામના વિવિધ વિસ્તારોમાં સાવચેતીપૂર્વક પેટ્રોલિંગ કરી રહ્યા છે. પ્રાણીને શોધી કાઢી સુરક્ષિત રીતે પકડવા માટે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લાઉડસ્પીકરથી લોકોને સાવચેત રહેવા અપીલ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામમાં લાઉડસ્પીકર મારફતે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. લોકોને ખાસ કરીને નાના બાળકોને સુરક્ષિત રાખવા, રાત્રિના સમયે એકલા ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામજનોને અનાવશ્યક રીતે પ્રાણીની નજીક ન જવા પણ સૂચના આપવામાં આવી રહી છે. પ્રાણીને પાંજરે પૂરવા રેસ્ક્યૂ કામગીરી તેજ
હાલ સમગ્ર વૌવા ગામમાં લોકો ટોળા બનાવીને જાગરણ કરી રહ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીને ઘેરીને પાંજરે પૂરવા માટે રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. મોડી રાત્રિના અંધારાનો લાભ લઈને પ્રાણી ગામની બહાર નીકળી ન જાય તે પહેલાં તેને શોધી સુરક્ષિત રીતે પકડી પાડવા માટે વન વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો :
પાટણમાં વન્યપ્રાણીએ 15થી વધુ લોકોને બચકાં ભર્યા:બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાની માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી પાટણ જિલ્લાના સાંતલપુરના વૌવા ગામે મોડી રાત્રે એક વન્યપ્રાણીએ નિંદ્રાધીન 15થી વધુ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાના માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી હતી. તેમજ અન્ય લોકોને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામમાં લાગેલા CCTVમાં એક ઝરખ (હાયના) જતું દેખાય છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *