શહેરની ફતેવાડી કેનાલ નજીક મહિલા કોર્પોરેટર સાથે છેડતીનો મામલો નોંધાયો હતો.શનિવારે રાત્રે મહિલા કોર્પોરેટર પરિવાર સાથે ગરબા સ્થળે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં બર્ગમેન વાહન ચાલક સાથે વાહન હટાવવા અને સાઇડ આપવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી. આ બાબતે ગંભીર સ્વરૂપ ધારણ કરતા બર્ગમેન વાહનચાલકે અદાવત રાખી મહિલા કોર્પોરેટર સામે ચેનચાળા કરી છેડતી કરી હતી. વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વાહનમાં સાઈડ આપવા મુદ્દે બોલાચાલી અને મારામારી
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ચોંકાવનારી ઘટના બની છે. શહેરના એક કોર્પોરેટરને ગરબામાં જતા સમયે કડવો અનુભવ થયો હતો. શનિવારે રાત્રે આશરે 10 વાગ્યે મહિલા કોર્પોરેટર, તેમનો દીકરો અને અન્ય પરિવારજનો ઈસનપુરથી ગરબા જોવા નીકળ્યા હતા. ગૂગલ મેપના શોર્ટકટને અનુસરીને તેઓ ફતેવાડી કેનાલના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બર્ગમેન વાહનચાલક મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. કોર્પોરેટરે ગાડીમાંથી વારંવાર હોર્ન મારવા છતાં તેણે સાઈડ ન આપતા બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી અને મારામારી થઈ હતી. જોકે, સ્થાનિક લોકોએ ભેગા થઈને તે સમયે મામલો થાળે પાડ્યો હતો. મામલો શાંત પડ્યા બાદ ફરી આગળ જઈ છેડતી કરી
વાહન હટાવા બાબતે શરૂ થયેલી તકરારે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સરખેજ જવાના ટર્નિંગ નજીક બર્ગમેન ચાલકે ફરીથી કોર્પોરેટરની ગાડી વચ્ચે લાવી દીધી હતી. તેણે ફોન કરીને પોતાની સાસુ અને અન્ય બે મિત્રોને ત્યાં બોલાવી લીધા હતા. આ લોકોએ ગાળાગાળી શરૂ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા કોર્પોરેટરે ગાડીનો કાચ ખોલીને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શોએબ શમા નામના શખસે મહિલા કોર્પોરેટરને અભદ્ર ચેનચાળા કર્યા હતા અને હાથ પકડીને તેમને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી ગાડીનો સાઈડ મિરર તોડી નાખ્યો હતો. પરિસ્થિતિ વણસતા મહિલા કોર્પોરેટરે તાત્કાલિક ૧૧૨ નંબર પર કૉલ કરી પોલીસની મદદ માંગતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શોએબ શાહ ફકીર સહિત કુલ 3 આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે.
સાતમા નોરતાની રાત્રે મહિલા કોર્પોરેટરની છેડતી:વાહન હટાવવા બાબતે માથાકૂટ કરી, કોર્પોરેટરની ગાડીનો કાચ ખોલી બિભત્સ ચેનચાળા કર્યા
📅 Published: October 18, 2026 |
📂 Category: gujarati-news
