સાતમ-આઠમે 9 અડ્ડા પર દરોડા, 57 જુગારી ઝડપાયા:કૃષ્ણનગર, ઈસનપુર અને ચાંદખેડામાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

શ્રાવણ માસમાં ધમધમતા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલઆંખ કરી છે. સાતમ-આઠમના તહેવાર નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલો, ઘરો અને ફાર્મ હાઉસ પર પોલીસે દરોડા પાડીને કુલ 9 સ્થળોથી 57 જુગારીની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2.13 લાખથી વધુની રોકડ રકમ અને જુગારનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુના નોંધ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના દરોડા
પોલીસ ટીમોએ અલગ-અલગ ઝોનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને સપાટો બોલાવ્યો હતો. જેમાં વટવા GIDC પોલીસે 5 શખ્સોને રૂ. 5,950, વાડજ પોલીસે 6 જુગારીઓને રૂ. 4,100 અને રાણીપ પોલીસે 4 ઈસમોને રૂ. 10,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે મેઘાણીનગર પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 9 જુગારીઓ પાસેથી રૂ. 4,130 જપ્ત કર્યા હતા. કૃષ્ણનગર, ઈસનપુર અને ચાંદખેડામાંથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ
કૃષ્ણનગર પોલીસે બે મહિલાઓ સહિત 12 જુગારીઓ પાસેથી રૂ. 41,000 રોકડા કબજે કર્યા હતા. ઈસનપુર પોલીસે બે સ્થળે દરોડા પાડી કુલ 16 જુગારીઓને રૂ. 77,300 સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત ચાંદખેડા પોલીસે 9 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 75,000 રોકડા જપ્ત કર્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *