સાબરકાંઠાની 1513 શાળાઓને રાહત, શિક્ષકોની મુશ્કેલી ઘટશે:SQAAFમાં 15ની જગ્યાએ 7 ડઝન દસ્તાવેજ અપલોડ કરવાની સૂચના

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાની શાળાઓમાં SQAAF એ શાળાઓનું સ્તર, શિક્ષણની પ્રક્રિયા અને સંચાલનનું મૂલ્યાંકન કરતું માળખું છે. ​સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક 1161, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની 352 જેટલી શાળાઓમાં SQAAF (School Quality Assessment and Accreditation Framework) હેઠળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શાળાઓના મુખ્ય શિક્ષક તથા વર્ગશિક્ષકોને 15 ડઝન દસ્તાવેજો અપલોડ કરવાની સૂચના અપાતાં શિક્ષકોમાં રોષ વ્યાપ્યો હતો. SQAAF સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્કમાં તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં હવે દસ્તાવેજની સંખ્યા ઘટાડીને માત્ર 7 ડઝનની એટલે કે 80 જેટલા દસ્તાવેજની કરાઇ છે. ​રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓને આવરી લઈને SQAAFમાં સ્વમૂલ્યાંકન માટે દસ્તાવેજો, રજિસ્ટરના પાના, પ્રમાણપત્રો, શાળામાં થયેલી પ્રવૃત્તિના ફોટોગ્રાફ વગેરે યોગ્ય રીતે તૈયાર કરી તેની પી.ડી.એફ. ફાઈલ બનાવી પોર્ટલ ઉપર અપલોડ કરવાની સૂચના આપી હતી પરંતુ અનેક પ્રકારના ડોકયુમેન્ટ હોવાથી અને શાળામાં બાળકોની પરીક્ષા પણ લેવાની હોવાથી આ અંગે શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે પોર્ટલમાં ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ડોકયુમેન્ટ અપલોડ થતા ન હતા. આખરે વિભાગે દ્વારા આ પ્રક્રિયામાં ફેરફાર કરી દસ્તાવેજની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *