સાબરકાંઠા જિલ્લામાં નવા અને બાકી મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ શરૂ થઈ છે. આ ઝુંબેશ ચાર રવિવાર સુધી ચાલશે. ત્રીજા રવિવારે 9519 ફોર્મ ભરાયા હતા. જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના 1419 મતદાન મથકો પર BLO સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહ્યા હતા. મતદારો નવા નામ નોંધણી માટે ફોર્મ 6, સુધારા માટે ફોર્મ 8 અને નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરવા આવ્યા હતા. ભરાયેલા કુલ 9519 ફોર્મમાંથી 4984 ફોર્મ 6 (નવા નામ), 592 ફોર્મ 7 (નામ કમી) અને 3943 ફોર્મ 8 (સુધારા) ના હતા. આ ઝુંબેશનો છેલ્લો રવિવાર 1 નવેમ્બરના રોજ છે.
સાબરકાંઠામાં મતદાર નોંધણી ઝુંબેશના ત્રીજા રવિવારે 9519 ફોર્મ ભરાયા:કલેક્ટર સહિત અધિકારીઓએ મતદાન મથકોની મુલાકાત લીધી
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
