સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 2 ઇંચ, પોશીનામાં 1 ઇંચ, અને વિજયનગર, વડાલીમાં પોણો-પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જિલ્લાના આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો. તલોદમાં પોણા બે ઇંચ, વડાલીમાં સવા એક ઇંચ, જ્યારે ઇડર અને હિંમતનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ પડ્યો. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં બધે વરસાદ નોંધાયો છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી હિંમતનગર, ઇડર અને તલોદમાં વરસાદ શરૂ થયો. રાત્રે 10 વાગ્યે ગાજવીજ સાથે હિંમતનગર અને પ્રાંતિજમાં વરસાદ પડ્યો. રાત્રે 12 વાગ્યે ઇડર અને પોશીનામાં, જ્યારે રાત્રે 2 વાગ્યે ખેડબ્રહ્મામાં વરસાદ શરૂ થયો. શુક્રવારે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન આખા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 8 મિમીથી 53 મિમી સુધી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ આ મુજબ છે: ખેડબ્રહ્મામાં 52 મિમી, વિજયનગરમાં 20 મિમી, વડાલીમાં 20 મિમી, ઇડરમાં 16 મિમી, હિંમતનગરમાં 8 મિમી, પ્રાંતિજમાં 13 મિમી, તલોદમાં 11 મિમી અને પોશીનામાં 28 મિમી. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ: ખેડબ્રહ્મામાં 8 મિમી, વિજયનગરમાં 9 મિમી, વડાલીમાં 32 મિમી, ઇડરમાં 23 મિમી, હિંમતનગરમાં 23 મિમી, પ્રાંતિજમાં 14 મિમી, તલોદમાં 48 મિમી. પોશીનામાં આ સમયગાળામાં વરસાદ નોંધાયો નથી. સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં આજે સવારે 8 વાગ્યે પાણીની આવક નોંધાઈ છે. હાથમતીમાં 150 ક્યુસેક, હરણાવમાં 500 ક્યુસેક, ખેડવામાં 275 ક્યુસેક અને ગોરઠીયામાં 100 ક્યુસેક પાણી આવી રહ્યું છે.
સાબરકાંઠામાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ:ખેડબ્રહ્મામાં 2 અને પોશીનામાં 1 ઇંચ વરસાદ, બાકીના તાલુકામાં અડધોથી પોણો ઇંચ વરસ્યો
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
