સાબરકાંઠામાં 3 PSI અને 9 પોલીસકર્મીની બદલી:જિલ્લા પોલીસવડાએ કર્યા આદેશ, જુઓ કોની ક્યાં થઈ બદલી

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે બદલીના આદેશ કર્યા છે. આ આદેશમાં હિંમતનગરમાં ફરજ બજાવતા 3 PSI અને 9 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. બદલી કરાયેલા કર્મીઓમાં નેત્રમ, વાયરલેસ કંટ્રોલ રૂમ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, હિંમતનગર પોલીસમાં ફરજ બજાવતા PSI આર.કે. રાવતની નેત્રમ કમાન્ડ કંટ્રોલ, પોલીસ કંટ્રોલ રૂમ અને 112 જન રક્ષકમાંથી વાયરલેસ સ્ટોરમાં બદલી કરાઈ છે. નેત્રમ કમાન્ડ કંટ્રોલના PSI વી.આઈ. માણુંસિયાને પોલીસ કંટ્રોલ રૂમ અને 112 જન રક્ષક ખાતે બદલવામાં આવ્યા છે. જ્યારે વાયરલેસ શાખાના PSI એ.ડી. કોટડની નેત્રમ કમાન્ડ કંટ્રોલમાં બદલી કરવામાં આવી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ગિરીશભાઈ કાંતિભાઈ, મેહુલકુમાર વાલજીભાઈ અને જેઠુસિંહ અમરસિંહને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. જ્યારે યશપાલસિંહ જયેન્દ્રસિંહ અને ભરતભાઈ લખાભાઈની પોશીના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી વિજયકુમાર અમૃતલાલ અને સંજયસિંહ કેસરીસિંહને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. સુરેશભાઈ કાળાભાઈની ખેરોજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત, પોશીના પોલીસ સ્ટેશનમાંથી હિતેન્દ્રસિંહ વિનોદસિંહને પણ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *