આપણા ફેફસાં દરરોજ લગભગ 20 હજાર વખત શ્વાસ લઈને શરીરના દરેક ભાગ સુધી ઑક્સિજન પહોંચાડે છે. આ જ ઑક્સિજન આપણને ચાલવા, દોડવા, વિચારવા અને જીવિત રહેવાની શક્તિ આપે છે. પરંતુ સિગારેટનો દરેક કશ આ ફેફસાં પર નવો હુમલો કરે છે. તેની અસર તરત તો દેખાતી નથી, પરંતુ સિગારેટ ધીમે-ધીમે ફેફસાંની ક્ષમતા ઘટાડે છે. લાંબા સમય સુધી ધૂમ્રપાન ફેફસાંને એટલું નુકસાન પહોંચાડી શકે છે કે ઘણી ગંભીર બીમારીઓ અને અહીં સુધી કે લંગ કેન્સરનું જોખમ પણ વધી જાય છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, લંગ કેન્સર દુનિયામાં સૌથી વધુ નિદાન થતા કેન્સરમાંનું એક છે. કેન્સરથી થતા મૃત્યુમાં પણ તે સૌથી મોટું કારણ છે. બીજી તરફ, અમેરિકન આરોગ્ય એજન્સી ‘સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ (CDC) અનુસાર, લંગ કેન્સરથી થતા લગભગ 10માંથી 9 મૃત્યુ સિગારેટ પીવા અથવા પેસિવ સ્મોકિંગ સાથે જોડાયેલા હોય છે. તેથી આજે ‘કામના સમાચાર’માં ફેફસાંની વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. પ્રીતપાલ કૌર, સીનિયર કન્સલ્ટન્ટ, પલ્મોનોલોજી, અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, દિલ્હી પ્રશ્ન- સ્મોકર્સ લંગ્સ શું હોય છે? જવાબ- સ્મોકર્સ લંગ્સ કોઈ મેડિકલ ટર્મ નથી. ડૉક્ટરો આ શબ્દનો ઉપયોગ એવા ફેફસાં માટે કરે છે, જેના પર લાંબા સમય સુધી ધૂમ્રપાનની અસર પડી ચૂકી હોય. સિગારેટનો ધુમાડો ફેફસાંની રચના અને તેમની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડે છે. આ જ કારણસર આવા ફેફસાંને સામાન્ય રીતે ‘સ્મોકર્સ લંગ્સ’ કહેવામાં આવે છે. પ્રશ્ન- હેલ્ધી અને સ્મોકર્સ લંગ્સમાં શું તફાવત છે? જવાબ- હેલ્ધી ફેફસાં સ્વચ્છ, લચીલા અને શરીર સુધી ઑક્સિજન પહોંચાડવામાં વધુ સક્ષમ હોય છે. જ્યારે સ્મોકર્સ લંગ્સ પર તમાકુના ધુમાડાની અસર દેખાવા લાગે છે. ગ્રાફિક દ્વારા બંને વચ્ચેનો તફાવત સમજીએ- પ્રશ્ન- જ્યારે કોઈ સિગારેટનો એક કશ લે છે, ત્યારે તેનો ધુમાડો ફેફસાંમાં જઈને શું કરે છે? જવાબ- આને પોઇન્ટર્સ દ્વારા સમજીએ- પ્રશ્ન- શું સ્મોકિંગથી માત્ર ફેફસાંને જ નુકસાન થાય છે? જવાબ- ના, તે આખા શરીરને નુકસાન પહોંચાડે છે. સિગારેટના ધુમાડામાં રહેલા હાનિકારક રસાયણો ફેફસાં દ્વારા લોહીમાં પહોંચી જાય છે અને શરીરના અલગ-અલગ અંગો પર અસર કરે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતા અનેક જોખમો થઈ શકે છે, જેમ કે- પ્રશ્ન- સિગારેટ પીનારા લોકોને કયા રોગનું જોખમ વધારે હોય છે? જવાબ- સિગારેટ પીતા લોકોમાં ફેફસાં સંબંધિત અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તમામ આરોગ્ય જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષમાં સ્મોકર્સનાં ફેફસાં કેવી રીતે બદલાય છે? જવાબ- સ્મોકિંગની અસર ધીમે-ધીમે વધતી જાય છે. સામાન્ય રીતે લાંબા સમય સુધી ધૂમ્રપાન કરવાથી ફેફસાંમાં આ ફેરફારો જોવા મળી શકે છે- પ્રશ્ન- શું પેસિવ સ્મોકિંગ પણ જોખમી છે? તેનાથી શું નુકસાન થાય છે? જવાબ- હા, પેસિવ સ્મોકિંગ એટલે અન્ય વ્યક્તિની સિગારેટ, બીડી અથવા તમાકુના ધુમાડાના સંપર્કમાં આવવું પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ધુમાડામાં રહેલા ઝેરી રસાયણો આસપાસ હાજર લોકોના શરીરમાં પણ પહોંચી જાય છે. તેનાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે- પ્રશ્ન- શું દરરોજ માત્ર 1-2 સિગારેટ પીવી સલામત છે? જવાબ- નહીં, સિગારેટના દરેક કશ સાથે શરીર હાનિકારક કેમિકલ્સના સંપર્કમાં આવે છે. તેથી ધૂમ્રપાનની માત્રા ઓછી કરવાથી નુકસાન સંપૂર્ણપણે અટકતું નથી. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, ધૂમ્રપાનથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો તેને સંપૂર્ણપણે છોડી દેવાનો જ છે. પ્રશ્ન- સ્મોકિંગ છોડ્યા પછી ફેફસાંમાં કયા ફેરફારો થાય છે? જવાબ- સ્મોકિંગ છોડ્યા પછી શરીર અને ફેફસાં પોતાને રિપેર કરવાનું શરૂ કરી દે છે. આ પ્રક્રિયા ધીમે-ધીમે ચાલે છે અને સમય જતાં શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે. ફેરફારોની સમયરેખા કંઈક આ રીતે છે- 12 કલાક પછી 48 કલાક પછી 3 દિવસ પછી 3 મહિના પછી 1 વર્ષ પછી ધ્યાન આપો- સાજા થવાની ગતિ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. તે ધૂમ્રપાનનો સમયગાળો, માત્રા અને વ્યક્તિના સ્વાસ્થ્ય પર આધારિત હોય છે. પ્રશ્ન- શું સિગારેટ છોડ્યા પછી ફેફસાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે? જવાબ- આ વાત પર આધાર રાખે છે કે ધૂમ્રપાને ફેફસાંને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. તેને મુદ્દાઓ દ્વારા સમજીએ- પ્રશ્ન- સ્મોકિંગ છોડ્યા બાદ ફેફસાંને સ્વસ્થ રાખવા માટે શું કરવું? જવાબ- સ્મોકિંગ છોડ્યા બાદ ફેફસાં ધીમે-ધીમે સ્વસ્થ થવા લાગે છે. આ પ્રક્રિયાને વધુ સારી બનાવવા અને ફેફસાંને સ્વસ્થ રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેમ કે- ફેફસાં શરીરમાં ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખે છે. જો આ પુરવઠો બંધ થઈ જાય, તો થોડી જ મિનિટોમાં જીવન પર સંકટ આવી શકે છે. તેથી ફેફસાંની સુરક્ષા માટે ધૂમ્રપાનથી દૂર રહેવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.
સિગારેટના એક કશમાં છે 7000 ઝેરી કેમિકલ્સ!:ફેફસાંનું કેન્સર બની રહ્યું છે જીવલેણ; જાણો ધૂમ્રપાન છોડ્યા લંગ્સની રિપેર થવાની રીત, સ્વસ્થ રહેવાની 15 ટિપ્સ
📅 Published: September 27, 2026 |
📂 Category: Lifestyle
